ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Union Budget 2024: બિહારે લૂંટ્યું બજેટ 2024! પ્રવાસન પેકેટ અને વિશેષ આર્થિક સહાય સાથે આટલા કરોડની ભેટ

Union Budget 2024: મોદી સરકાર 3.0 માં આ પહેલું પૂર્ણ બજેટ રજૂ થયું છે. 2024-25 ના બજેટમાં અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે. પરંતુ એકવાત ચોંકાવનારી સામે આવી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાતો ચાલી રહીં હતી પરંતુ આ...
01:56 PM Jul 23, 2024 IST | VIMAL PRAJAPATI
Union Budget 2024

Union Budget 2024: મોદી સરકાર 3.0 માં આ પહેલું પૂર્ણ બજેટ રજૂ થયું છે. 2024-25 ના બજેટમાં અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે. પરંતુ એકવાત ચોંકાવનારી સામે આવી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાતો ચાલી રહીં હતી પરંતુ આ બજેટમાં એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બિહાર માટે બજેટમાં કેટલીસ ખાસ ઘોષણાઓ કરવામાં આવી છે, જેનાથી બિહાર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બિહારને વિશેષ આર્થિક સહાયના પેકેજ ઉપરાંત 58 હજાર કરોડ રૂપિયાથી વધુનું ફંડ વિવિધ હેડ હેઠળ આપવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

રોડ બનાવવા માટે બજેટમાં રૂપિયા 26,000 કરોડની જોગવાઇ

નોંધનીય છે કે, પ્રથમ બજેટમાં બિહારની અંદર રોડ બનાવવા માટે રૂપિયા 26,000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે પીરપાઇંટી પાવર પ્લાન્ટ માટે રૂપિયા 21,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પૂર વ્યવસ્થાપન માટે 11 હજાર 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બિહારમાં પ્રવાસન પેકેજ પણ આપવામાં આવ્યું છે.

પટનાથી પૂર્ણિયા સુધી એક્સપ્રેસ હોઈવે બનાવવામાં આવશે

બિહાર આ વખતે બજેટમાંથી મોટો ભાગ પડાવી ગયું તેમ કહેવામાં આવે તો પણ અતિશયોક્તી નથી. નાણાંમંત્રીએ કહ્યું કે, બિહારમાં પટનાથી પૂર્ણિયા સુધી એક્સપ્રેસ હોઈવે બનાવવામાં આવશે. જેનાં માટે આ બજેટમાં ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે અન્ય હાઈવે બનાવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે નાલંદા અને દરભંગા સહિત અનેક જિલ્લાઓને ફાયદો થવાનો છે. આ સાથે બક્સરમાં ગંગા નદી પર પૂલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોસી ઇન્ટ્રા સ્ટેટ લિન્ક અને અન્ય 20 પ્રોજેક્ટનો ખર્ચ કરવામાં આવશે. કોસી નદીમાંથી પૂરનો સર્વે કરશે. 2024 -25 ના બજેટમાં બિહાર માટે ખજાનો લૂંટાવી દેવામાં આવ્યો છે.

નાલંદાને પ્રવાસન સ્થળ બનાવવામાં આવશે

બિહારને મળેલી સવલતોની વાત કરવામાં આવે તો, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધગયાના મહાબોધિ મંદિરમાં કાશી વિશ્વનાથની તર્જ પર કોરિડોર બનાવીને ધાર્મિક પ્રવાસન વિકસાવવાની જાહેરાત કરી હતી. આ સાથે સાથે નાલંદાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના માટે કેન્દ્ર સરકાર મદદ કરશે તેવું નિર્મલા સીતારમણે કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ રાજગીર મંદિરનો વિકાસ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Health Budget 2024 માં કેન્સરના દર્દીઓ માટે ખાસ જોગવાઈ, નાણાંમંત્રીએ કરી મોટી જાહેરાત

આ પણ વાંચો: Budget 2024: મોદી સરકાર 3.0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

આ પણ વાંચો: Nirmala Sitharaman Budget Look: દરેક બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાડી હોય છે વિશેષ

Tags :
budget 2024budget 2024 updateBudget 2024-25Finance Minister Nirmala SitharamanFinance Minister Nirmala Sitharaman presented Budget 2024Latest National NewsModi government 3.0national newsNirmala SitharamanNirmala Sitharaman Budgetnirmala sitharaman budget 2024union budget 2024Vimal Prajapati
Next Article