Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP foundation day : આજે BJP નો સ્થાપના દિવસ, જાણો PM મોદી, અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષે શું કહ્યું?

દેશની સત્તાધીશ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 45 મો સ્થાપના દિવસ (BJP foundation day) ઊજવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ...
bjp foundation day   આજે bjp નો સ્થાપના દિવસ  જાણો pm મોદી  અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષે શું કહ્યું

દેશની સત્તાધીશ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 45 મો સ્થાપના દિવસ (BJP foundation day) ઊજવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, 'નેશન ફર્સ્ટ'ના મંત્ર સાથે ભાજપ સેવારત છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, પાર્ટીને જીવન સમર્પિત કરનાર કાર્યકરોને વંદન.

Advertisement

જનતા વધુ એક કાર્યકાળ માટે આશીર્વાદ આપશે : PM મોદી

આજે ભાજપનો 45 મો સ્થાપના દિવસ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) નેતૃત્વમાં 6 એપ્રિલ 1980 ના રોજ ભાજપ (BJP) ની રચના થઈ હતી. ભાજપના સ્થાપના દિવસ (BJP foundation day) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પાર્ટી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, 'નેશન ફર્સ્ટ'ના (Nation First) મંત્ર સાથે લોકોની સેવા કરવામાં પાર્ટી સેવારત છે. આજે BJP ની મહાન વિભૂતિઓને નમન કરવાનો દિવસ છે. જેમણે વર્ષોથી પોતાની મહેનત, સંઘર્ષ અને બલિદાનથી પાર્ટીને આ ઊંચાઈ પર પહોંચાડી છે. પીએમએ લખ્યું કે, ભારતની પસંદગીની પાર્ટી છે ભાજપ, જે હંમેશાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ વિરૂદ્ધ સંકલ્પબદ્ધ છે. આ સાથે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે, જનતા વધુ એક કાર્યકાળ માટે આશીર્વાદ આપશે. NDAનો અભિન્ન અંગ હોવાનો અમને ગર્વ છે.

Advertisement

તમામ કાર્યકરોને અભિનંદન : અમિત શાહ

જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પાર્ટીના કાર્યકર્તાઓને બીજેપીના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટી માટે કામ કરી રહેલા કાર્યકરોને સલામ આપી હતી. અમિત શાહે લખ્યું, 'ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર તમામ કાર્યકરોને અભિનંદન. હું એવા અસંખ્ય કાર્યકરોને સલામ કરું છું કે જેમણે બીજેપીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવાની યાત્રામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સંગઠન પ્રત્યે અતૂટ સમર્પણ અને કામ પ્રત્યેની નિષ્ઠાથી દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ દિવસ-રાત મજબૂત થઈ છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ ગરીબ કલ્યાણ અને સાંસ્કૃતિક વારસાના પુનઃનિર્માણનો પર્યાય બનીને ભારતના નિર્માણમાં મદદ કરી રહી છે.

Advertisement

BJP અધ્યક્ષ JP નડ્ડાએ પણ પાઠવ્યા અભિનંદન

BJP અધ્યક્ષ JP નડ્ડાએ ( J.P.Nadda) પણ પાર્ટીના સ્થાપના દિવસના અવસરે પોસ્ટ શેર કરી લખ્યું કે, 'ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને નમન, જેમણે તેમના બલિદાન, સમર્પણ અને સખત મહેનતથી સંગઠનને દેશવ્યાપી વિસ્તરણ પૂરું પાડ્યું. સ્થાપના દિવસ નિમિત્તે તમામ કાર્યકરોને હાર્દિક અભિનંદન. પીએમ મોદીના નેતૃત્વમાં તમામ કાર્યકર્તાઓ વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે વિજયના માર્ગ પર આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો - Ashok Of Muzaffarpur: PM મોદીને માને છે પોતાના ભગવાન, આ વખતે શરીર પર લખાવ્યું ‘અબકી બાર, 400 પાર’

આ પણ વાંચો - Rajasthan માં PM મોદીએ કહ્યું- મેં મુસ્લિમ પરિવારોના જીવ બચાવ્યા, કોંગ્રેસ પર પણ કર્યા આકરા પ્રહાર…

આ પણ વાંચો - BJP Press : સંજય સિંહના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર, કહ્યું- તેમણે રેસ્ટોરન્ટના માલિક સાથે મીટિંગ કેમ કરી…

Tags :
Advertisement

.