ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પપ્પુ યાદવને ફરી જાનથી મારી નાખવાની ધમકી! લોરેન્સ બિશ્નોઈ ગેંગનો દાવો

બિહારના સાંસદ પપ્પુ યાદવને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનારાએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. ધમકી WhatsApp પર આપવામાં આવી હતી. ધમકી આપનારે 6 લોકોને પપ્પુ યાદવને મારવા માટે સોપારી આપી હોવાનું કહ્યું છે. પપ્પુ યાદવના PA એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ પહેલા પણ પપ્પુ યાદવને 28 ઓક્ટોબરે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
05:48 PM Nov 07, 2024 IST | Hardik Shah
Pappu Yadav Death Threat

Pappu Yadav Death Threat : દેશમાં હવે જાનથી મારી નાખવાની ધમકી (Death threats) સામાન્ય વાત થઇ ગઇ છે. આજે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તો બીજી તરફ બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવ (Pappu Yadav) ને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi gang) નો સભ્ય ગણાવ્યો છે. પપ્પુ યાદવ (Pappu Yadav) ના અંગત સહાયક એટલે કે PA એ આ મામલે પોલીસ (Police) માં ફરિયાદ નોંધાવી છે.

સાંસદને WhatsApp પર ધમકી આપવામાં આવી

પપ્પુ યાદવના અંગત સહાયકના જણાવ્યા અનુસાર સાંસદને WhatsApp પર ધમકી આપવામાં આવી છે. તેમણે વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને જણાવ્યું કે તે લોરેન્સ ગેંગને ખતમ કરવાની વાત કરી રહ્યો હતો. હવે તમારા છેલ્લા દિવસો ગણો. તેને મારવા માટે 6 લોકોને સોપારી આપવામાં આવી છે. જોકે, ધમકી આપનારાઓએ તે 6 લોકોના નામ જાહેર કર્યા નથી. પોલીસે જણાવ્યું કે સાંસદના PA ની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

સાંસદને અગાઉ પણ ધમકીઓ મળી

આ પહેલા 28 ઓક્ટોબરે પપ્પુ યાદવને પહેલીવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના આપી હતી. તેણે કોલ પર કહ્યું, 'સલમાનના કેસથી દૂર રહો, અમે કર્મ અને કાંડ બંને કરીએ છીએ.' ધમકી આપનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જૅમર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.

શું છે સલમાન ખાનનું કનેક્શન?

ઉલ્લેખનીય છે કે, 12 ઓક્ટોબરના રોજ મુંબઈમાં NCP ના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ અંગે પપ્પુ યાદવે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે લોરેન્સ ગેંગને 24 કલાકમાં ખતમ કરી દેવામાં આવશે. ત્યારબાદ તે બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને મળ્યા હતા. જીશાન સિદ્દીકી ધારાસભ્ય પણ છે. આ પછી પપ્પુ યાદવે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે તે દરેક પરિસ્થિતિમાં સલમાન ખાનની સાથે છે.

પપ્પુ યાદવે Z કેટેગરીની સુરક્ષા માંગી હતી

પપ્પુ યાદવે 21 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમની સુરક્ષા વધારવાની માંગ કરી હતી. તેમણે સરકારને Y કેટેગરીની સુરક્ષા દૂર કરવા અને તેને Z શ્રેણીની સુરક્ષા સાથે બદલવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો:  લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપનારાની પોલીસે કરી ધરપકડ

Tags :
baba siddhikiCongressGujarat FirstHardik ShahLAWRANCE BISHNOILawrence BishnoiPappu Yadavpappu yadav death threatPappu Yadav Newspappu yadav statement against lawrence bishnoi gangpappu yadav supported salman khansalman khan
Next Article