ભારતના દલિત સમાજની આ દીકરીએ સંયુક્ત રાષ્ટ્રમાં લગાવ્યા "જય શ્રી રામ" ના નારા, જાણો કોણ છે રોહિણી ઘાવરી
અત્યારે સોશિયલ મીડિયા ઉપર રોહિણી ઘાવરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. રોહિણીનો સંયુક્ત રાષ્ટ્રની વિડિયો આજે ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો જાણીએ કે વાસ્તવમાં આ ઘટના શું છે અને રોહિણી કેમ વાયરલ થઈ રહી છે. દેશની દલિત દીકરી રોહિણી ઘાવરીએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર રામ મંદિર પર ખોટું બોલવા બદલ પાકિસ્તાનને જોરદાર ઠપકો આપ્યો છે. રોહિણીનો આ વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે, ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત અને કોણ છે રોહિણી ઘાવરી.
રોહિણી ઘાવરીએ સંયુક્ત રાષ્ટ્રમાં લગાવ્યા "જય શ્રી રામ" ના નારા
Dalit girl @RohiniGhavari11 raises "Jai Shri Ram"in the United Nations assembly in the presence of several Pakistani representatives. She is a PhD scholar pursuing her education in Switzerland right now. Proud of her. #JaiShreeRam #Unitednations #geneva pic.twitter.com/uP6QDC1wQv
— The Youth (@TheYouth2u) March 17, 2024
રોહિણી ઘાવરીએ સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીમાં જય શ્રી રામના નારા લગાવીને ભારતની એકતા અને અખંડિતતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા . રોહિણી ઘાવરીએ કહ્યું, "હું હંમેશા પરસ્પર ભાઈચારા અને એકતાની વાત કરીશ અને તમે ઈચ્છો તેટલું ટ્રોલ કરતાં રહો." રોહિણી ઘાવરી જીનીવા સ્વિત્ઝરલેન્ડમાં પીએચડી કરી રહી છે. યુએનના તેમના ભાષણમાં રોહિણી ઘાવરીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરે ભારતની આસ્થા, વારસો અને સૌહાર્દને જોડ્યું છે. તેને વધુમાં ઉમેર્યું હતું કે, "ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ઉપરાંત, અયોધ્યા રામ મંદિરનું આર્થિક મહત્વ પણ ઘણું છે"
કોણ છે આખરે રોહિણી ઘાવરી ?
રોહિણી ઘાવરી મૂળ ઈન્દોરની છે, રોહિણી ઘાવરી દલિત સમુદાયમાંથી આવે છે. રોહિણીના પિતા સ્વચ્છતા કાર્યકર છે. રોહિણી જીનીવાથી પીએચડી કરી રહી છે. રોહિણી ટ્વિટર પર આંબેડકરવાદી તરીકે પોતાનો પરિચય આપે છે. રોહિણી ઘાવરીએ ટ્વિટર પર લખ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રતિનિધિ છે.
આ પણ વાંચો : દિલ્હી સરકારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી Satyendra Jain ને ઝટકો, SC એ જામીન અરજી ફગાવી