Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારી કર્મચારીઓ માટે આવી શકે છે સારા સમાચાર, પેન્શનમાં અડધો પગાર આપવાની તૈયારી કરી રહી છે સરકાર!

સરકારી કર્મચારીઓ માટે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવી તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.વિપક્ષ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાનું સમર્થન કરી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વિપક્ષની સરકારોએ પણ જૂની પેન્શન યોજના પાછી લાવવાનું વચન આપ્યું છે.પરંતુ ઉલ્લેખનીય છે કે...
06:08 PM Jul 10, 2024 IST | Harsh Bhatt

સરકારી કર્મચારીઓ માટે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવી તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.વિપક્ષ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાનું સમર્થન કરી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વિપક્ષની સરકારોએ પણ જૂની પેન્શન યોજના પાછી લાવવાનું વચન આપ્યું છે.પરંતુ ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા આ બાબતમાં ક્યારેય આ બાબત અંગે સહમતી દર્શાવવામાં આવી નથી. પરંતુ સામે આવી રહેલી વિગતના અનુસાર હવે સરકાર 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં આને લગતી મોટી જાહેરાત કરી શકે છે.મળતી માહિતીના અનુસાર કર્મચારીઓને વધુ પેન્શન આપવા માટે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPSમાં ફેરફારની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે.પ્રાપ્ત અહેવાલોના અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે આપવાનું વચન આપવામાં આવી શકે છે.ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

NPS ને વધુ આકર્ષક બનાવવા માટે સરકાર લાંબા સમયથી પગલા લઈ રહી છે

NPS ને વધુ અસરકારક અને આકર્ષક બનાવવા માટે સરકાર લાંબા સમયથી પગલા લઈ રહી છે.આ માટે વર્ષ 2023 માં ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.અહેવાલ મુજબ, સોમનાથન સમિતિએ પેન્શનની આંતરરાષ્ટ્રીય પ્રથા તેમજ આંધ્ર પ્રદેશ સરકારની પેન્શન નીતિનો અભ્યાસ કર્યો છે. આ સમિતિએ ખાતરીપૂર્વકના વળતરની અસરનું મૂલ્યાંકન કર્યું છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે મળવું જોઈએ કે કેમ તે અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

રાષ્ટ્રીય પેન્શન યોજના અને જૂની પેન્શન યોજનામાં શું છે ફર્ક

અહી ઉલ્લેખનીય છે કે, જૂની પેન્શન યોજનાના અંતર્ગત કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો અડધો ભાગ પગાર પંચની ભલામણો સાથે પેન્શન તરીકે એડજસ્ટ કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં, કર્મચારીઓએ પેન્શન માટે કોઈ યોગદાન આપવું પડતું નથી.બીજી તરફ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)  યોગદાન આધારિત પેન્શન યોજના છે. આમાં, કર્મચારીએ તેના મૂળ પગારના 10 ટકા અને સરકાર 14 ટકા રકમનું યોગદાન આપે છે.

આ પણ વાંચો : Mumbai BMW Accident Case : મિહિર શાહને 7 દિવસની પોલીસ કસ્ટડી

Tags :
Budgetbudget 2024BUDGET SCHEMEGujarat FirstNirmala SitaramanNPSOPS
Next Article