Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP Exit Poll 2024: જાણો... એવા 8 રાજ્યો વિશે જેમાં ભાજપની લોકસભા બેઠક પર જીત "ના" બરાબર

BJP Exit Poll 2024: આજરોજ Lok Sabha Election 2024 ના તમામ તબક્કાઓનું મતદાન સંપૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે તેની સાથે દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા Exit Poll ના પણ આંકડાઓ રજૂ કર્યા હતા. તો મતદાન પહેલા BJP દ્વારા વિવિધ નેતાઓ રોડ...
09:45 PM Jun 01, 2024 IST | Aviraj Bagda
BJP Exit Poll 2024, Lok Sabha Election 2024, Lok Sabah Election, BJP

BJP Exit Poll 2024: આજરોજ Lok Sabha Election 2024 ના તમામ તબક્કાઓનું મતદાન સંપૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે તેની સાથે દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા Exit Poll ના પણ આંકડાઓ રજૂ કર્યા હતા. તો મતદાન પહેલા BJP દ્વારા વિવિધ નેતાઓ રોડ શો અને વિશાળ જનસભાનું આયોજન કરીને 400 પારના નારાઓ દેશના ખૂણે-ખૂણે લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં દેશમાં એવા પણ કુલ 8 રાજ્યો છે, જ્યાં BJP ની જીત ના બરાબર સાબિત થઈ શકે છે.

જોકે મોટાભાગની સંસ્થાઓ BJP ની બહુમતાથી જીત હાંસલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ 8 રાજ્યોમાં BJP ની હાર થઈ પણ જાય છે, ત્યારે પણ કોઈ મોટો ફરક BJP ને પડી શકે તેમ નથી. તેથી આ 8 રાજ્યોની બેઠકો પરથી BJP ની હાર કે જીતનો અંદાજો લગાવી શકવો થોડો કઠિન સાબિત થઈ શકે છે. ત્યારે આ 8 રાજ્યોમાં કેરળ, ગોવા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: MP Exit Poll 2024: મધ્યપ્રદેશના Exit Poll માં કમલનાથનું ગઢ ઢેર થતું જોવા મળી રહ્યું

કેરળમાં Lok Sabha Election 2019 માં માત્ર 13% વોટ મળ્યા હતા

કેરળ રાજ્યએ મુસ્લિમ અને ખ્રિસ્તી વસ્તી ધરાવતું રાજ્ય છે. તેથી કેરળ રાજ્યમાં BJPની જીત શક્યા માની શકાય તેવું નથી. કારણ કે... કેરળમાં Lok Sabha Election 2019 માં માત્ર 13% વોટ મળ્યા હતા. તો ગોવા જેવા રાજ્યામાં માત્ર 2 લોકસભા બેઠકો છે. તો છેલ્લે Lok Sabha Election 2014 માં BJPને બંને બેઠકો પર જીત મળી હતી. ત્યારે આ વખતે તેમણે ઉદ્યોગપતિ પરિવારમાંથી આવતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તો મેઘાલયમાં આ વખતે BJP એક પણ ઉમેદવાર ઉતાર્યો નથી. તો બીજી તરફ મિઝોરમમાં Lok Sabha Election 2024 ની એકમાત્ર બેઠક છે. તો આ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.

આ પણ વાંચો: Bihar Exit Poll 2024: બિહારના એક્ઝિટ પોલના આંકડાઓમાં NDA નો દબદબો જોવા મળ્યો

આ વખતે પણ BJPને ખતરનાક ટક્કર મળી શકે છે

આવી સ્થિતિમાં આ બેઠક પર જીત મેળવી સરળ નથી. પૂર્વોત્તરના મુખ્ય રાજ્ય નાગાલેન્ડમાં એક લોકસભા સીટ છે. 2019માં અહીં NDPP ના તોખેહો યેપથોમી અહીં જીત્યા હતા. BJP અહીં કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. મણિપુરમાં લોકસભાની 2 બેઠકો છે. અગાઉની Lok Sabha Election માં અહીં કોંગ્રેસનો દબદબો હતો. આવી સ્થિતિમાં આ વખતે પણ BJPને ખતરનાક ટક્કરનો સામનો કરવો પડી શકે છે. BJP લક્ષદ્વીપ લોકસભા બેઠકવાળા પુડુચેરીમાં વર્તમાન રાજ્યના ગૃહમંત્રી એ નમસ્વયમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, અહીં પણ મુખ્ય લડાઈ BJP અને કોંગ્રેસની વચ્ચે છે. 2019ની Lok Sabha Election માં અહીંથી બીજેપી કે એનડીએમાંથી કોઈ જીતી શક્યું ન હતું. આ સીટ યુપીએ ગઠબંધને જીતી હતી.

આ પણ વાંચો: Exit Poll 2024: વર્ષ 2019 માં ક્યો એક્ઝિટ પોલ એકદમ સચોટ સાબિત થયો

Tags :
BJPBJP Exit Poll 2024CongressGoaKeralaLok Sabah ElectionLok Sabha Election 2024MizoramNagalandNDPP
Next Article