Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિક્ષકે વિદ્યાર્થીને એવો લાફો ઝીંક્યો કે ગાલ ફાડી નાખ્યો, અનેક ટાંક લેવા પડ્યા

લોખંડની સીડી નહી ઉઠાવી શકતા વિદ્યાર્થીને માર્યો માર સરકારી શિક્ષક વિરુદ્ધ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે KOTA : પીડિતાએ જણાવ્યું કે, તેઓ મહાત્મા ગાંધી રાજકીય વિદ્યાલયના વિદ્યાર્થી છે. સરે ત્રણ...
શિક્ષકે વિદ્યાર્થીને એવો લાફો ઝીંક્યો કે ગાલ ફાડી નાખ્યો  અનેક ટાંક લેવા પડ્યા
  • લોખંડની સીડી નહી ઉઠાવી શકતા વિદ્યાર્થીને માર્યો માર
  • સરકારી શિક્ષક વિરુદ્ધ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ
  • સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

KOTA : પીડિતાએ જણાવ્યું કે, તેઓ મહાત્મા ગાંધી રાજકીય વિદ્યાલયના વિદ્યાર્થી છે. સરે ત્રણ ચાર બાળકોને લોખંડની સીડી ઉઠાવવા માટે જણાવ્યું હતું. જો કે તેઓ સીડી ઉઠાવી શક્યા નહોતા. ત્યાર બાદ શિક્ષકે તેને ક્લાસમાં બોલાવ્યા અને ત્રણ, ચાર લાફા ઝીંકી દીધા હતા. જો કે શિક્ષકના હાથમાં રહેલા કડાને કારણે તેનો ગાલ ફાટી ગયો હતો.

Advertisement

આ પણ વાંચો : દશકોથી ડાબેરી નેતાઓના સૂત્રધાર રહેલા Sitaram Yechury નું થયું નિધન

સરકારી શાળાના શિક્ષકે લાફો ઝીંકી દીધો

રાજસ્થાનના કોટામાં સરકારી શાળાના શિક્ષકે આઠમા ધોરણના વિદ્યાર્થીને એટલો જોરથી લાફો માર્યો કે તેના ચહેરા પર પાંચ ટાકા આવ્યા છે. બાળકોએ પોતાના પિતાને જણાવ્યું કે, શિક્ષકના હાથમાં કડું હતું જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. આક્ષેપ છે કે, શિક્ષકે પહેલા વિદ્યાર્થીઓને લોખંડની સીડી ઉટાવવા માટે બોલાવ્યા હતા જ્યારે તેઓ ન ઉઠાવી શક્યા તો ક્લાસમાં તેમને બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો.

Advertisement

આ પણ વાંચો : Shimla : 14 વર્ષના વિવાદનો આવશે અંત! હવે મુસ્લિમ પક્ષ પોતે મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા તૈયાર

સ્થાનીક પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી

આ ઘટના સુકેતના મહાત્મા ગાંધી રાજકીય વિદ્યાલયની છે. પીડિત પિતાએ જણાવ્યું કે, જ્યારે તેમને ખબર પડી તો તેઓ દોડતા- દોડતા શાળા ગયા અને ત્યાં તેમણે જોયું કે, તેમના પુત્રના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. તુરંત જ તેઓ તેને ત્યાં લઇને હોસ્પિટલ પહોંચ્યા. શિક્ષકના હાથમાં પહેરેલા કડાથી બાળકના ગાલ પર ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી. ઘટના બાદ વિદ્યાર્થીના પરિવાર અને ગ્રામીણ આક્રોશમાં છે.

Advertisement

આ પણ વાંચો : મહિલાએ 10 પુરૂષો સાથે સંબંધો બાંધ્યા પછી તમામ પર લગાવ્યા બળાત્કારનો આક્ષેપ

શિક્ષકે 8મા ધોરણના વિદ્યાર્થીઓને લાફા ઝીંક્યા

પીડિતે જણાવ્યું કે, મહાત્મા ગાંધી રાજકીય વિદ્યાલયનો વિદ્યાર્થી છે. શિક્ષકે ત્રણ ચાર બાળકોને લોખંડની સીડી ઉઠાવવા માટે બોલાવ્યા હતા. જો કે તેઓ સીડી ઉઠાવી શક્યા નહોતા. ત્યાર બાદ શિક્ષકે ચારેય વિદ્યાર્થીઓને ક્લાસમાં બોલાવીને લાફા ઝીંકી દીધા હતા. દરમિયાન તેમના હાથમાં રહેલા કડાને કારણે બાળકનો ગાલ ફાટી ગયો હતો. હાલ તો સમગ્ર મામલે કેસ દાખલ કરી લેવાયો છે.

આ પણ વાંચો : ચીન મામલે જયશંકરનો ઘટસ્ફોટ: LAC પર ચીન સાથે તેની જ ભાષામાં વાત થશે

પીડિત વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી

ઘાયલ વિદ્યાર્થી વિનય રાઠોકના પિતા મનોજે જણાવ્યું કે, મારપીટની માહિતી મળતા જ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં વિનયના ગાલ પર ગંભીર ઇજાના નિશાન હતા. ડોક્ટરે 4 ટાંકા લગાવીને તેની સારવાર કરી હતી. વિનય અંગ્રેજી માધ્યમ સરકારી શાળામાં 8 મા ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યાં શિક્ષકે તેને લાફા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચો : એરફોર્સ વિંગ કમાન્ડરે મને કહ્યું, મારા રુમમાં આવ મારે તને ગિફ્ટ આપવાની છે

Tags :
Advertisement

.