The Kerala Story ને લઇને તમિલનાડુ સરકારનું સુપ્રીમમાં નિવેદન , કહ્યું અમે ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો જ નથી
તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેણે સિનેમા હોલ માલિકો પર ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ન બતાવવા માટે કોઈ દબાણ કર્યું નથી. સરકારના કહેવા પ્રમાણે, ફિલ્મમાં મોટા કલાકારોની ગેરહાજરી અથવા અન્ય કારણોસર લોકો ફિલ્મ જોઈ રહ્યા ન હતા, તેથી થિયેટર માલિકોએ જાતે જ ફિલ્મ હટાવી દીધી હતી.. 5 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને 7 મેના રોજ તમિલનાડુના સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી હતી. નિર્માતાઓએ તેને સરકારી દબાણ ગણાવતી અરજી દાખલ કરી છે.
તમિલનાડુ સરકારનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓએ ખોટું નિવેદન આપ્યું છે
તમિલનાડુ સરકારનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓએ ખોટું નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકારે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્દેશકની એ દલીલ કે રાજ્યમાં ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ છે તે ખોટો છે. આ સાથે સરકારનું કહેવું છે કે રાજ્યમાં ફિલ્મ ન દર્શાવવા માટે કોઈ દબાણ બનાવવામાં આવ્યું નથી અને સ્ક્રીનિંગ પણ બંધ કરવામાં આવ્યું નથી.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટ ફિલ્મ નિર્માતા 'ધ કેરળ સ્ટોરી'ની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે ફિલ્મ દેશના અન્ય ભાગોમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, તો પછી બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ શા માટે છે. જેના જવાબમાં તમિલનાડુ સરકારે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે આ ફિલ્મ 5 મેના રોજ 19 મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ છે, અમારી તરફથી કોઈ પ્રતિબંધ નથી.
તમિલનાડુ સરકારે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં જાણીતા કલાકારોની અછત, દર્શકોની અછતને કારણે થિયેટર માલિકોએ જાતે જ સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ સરકારે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મ ન બતાવવા માટે કોઈ દબાણ સર્જાયું નથી, ન તો ફિલ્મનું પ્રદર્શન અટકાવવામાં આવ્યું છે, આ ફિલ્મ નિર્માતાઓનું ખોટું નિવેદન છે.