Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરની છત ધરાશાયી, સૈફ અલી અને 3 વર્ષના તૈમૂર સહિત 7 લોકો કાટમાળ નીચે દટાયા

UP ના ચોલાસ ગામમાં મકાનની છત ધરાશાયી 7 લોકો દટાયા, 4ની હાલત ગંભીર ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી Heavy Rain : ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા (Gautam Budh Nagar district) ના ચોલાસ ગામ (Cholas village) માં...
ઘરની છત ધરાશાયી  સૈફ અલી અને 3 વર્ષના તૈમૂર સહિત 7 લોકો કાટમાળ નીચે દટાયા
  • UP ના ચોલાસ ગામમાં મકાનની છત ધરાશાયી
  • 7 લોકો દટાયા, 4ની હાલત ગંભીર
  • ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી

Heavy Rain : ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા (Gautam Budh Nagar district) ના ચોલાસ ગામ (Cholas village) માં ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું પોલીસ (Police) દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

ભારે વરસાદને કારણે દુર્ઘટના

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન III) અશોક કુમાર સિંહે જણાવ્યુ કે, આ દુર્ઘટના શનિવારે ગૌતમ બુદ્ધ નગરના ચોલાસ ગામમાં બની હતી. ભારે વરસાદના કારણે સૈફ અલી નામના વ્યક્તિના મકાનની છત તૂટી પડી, જેનાથી 7 લોકો કાટમાળ નીચે દટાયા હતા. દુર્ઘટનામાં 34 વર્ષના સૈફ અલી, 50 વર્ષની શકીલા, 2 વર્ષના અલી ખાન, 4 વર્ષના સોહન, 34 વર્ષના શાહિદ, 8 વર્ષના શાન અને 3 વર્ષના તૈમૂરનો સમાવેશ થાય છે. તમામ લોકોને કાટમાળમાંથી બચાવીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 4 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ દુર્ઘટનાની અસરકારક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હવામાન અપડેટ શું છે?

સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદને કારણે લોકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂરને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હી-NCR હોય કે ઉત્તર પ્રદેશ, દરેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાં ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં શનિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ કારણે દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Advertisement

શુક્રવાર સાંજથી સતત વરસાદ

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં શુક્રવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે એટલે કે શનિવારે ચમોલી, પૌડી અને બાગેશ્વર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો શુક્રવાર સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે અને આજે પણ વરસાદની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી છે. ગુજરાત, તેલંગાણા અને પુડુચેરીમાં પણ વરસાદની સંભાવના છે. જણાવી દઈએ કે, વરસાદના કારણે તેલંગાણામાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડો પર પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચો:  Madhya Pradesh : જબલપુરમાં ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસનાં બે કોચ પાટા પરથી ઉતર્યાં

Advertisement

Tags :
Advertisement

.