Noida News : બેંકના મેનેજરે એવું તો શું કર્યું કે પોલીસ પણ ચોંકી ગઈ, જાણો શું છે સમગ્ર ઘટના...
ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સાઉથ ઈન્ડિયન બેંકના એક આસિસ્ટન્ટ બેંક મેનેજરે બેંકના 28 કરોડ રૂપિયા તેની માતા અને પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. બેંકમાં છેતરપિંડી કર્યા બાદ મેનેજર પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. બેંક મેનેજરને આ બાબતની જાણ થતાં જ તેમના પણ હોશ ઉડી ગયા હતા. બેંક સાથે આચરવામાં આવેલ છેતરપિંડીની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી આસિસ્ટન્ટ મેનેજર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
શું છે સમગ્ર મામલો...
નોઈડામાં એક આસિસ્ટન્ટ મેનેજરે પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તમને જણાવી દઈએ કે બેંકના આસિસ્ટન્ટ મેનેજર રાહુલ શર્માએ તેમની પત્ની ભૂમિકા શર્મા અને માતા સીમા શર્માના બેંક ખાતામાં લગભગ 28 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ આ બેંક અધિકારી પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલાની માહિતી મળતા જ બેંક કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. બેંક મેનેજમેન્ટે આરોપી રાહુલ શર્મા વિરુદ્ધ નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બેંક સાથે વિશ્વાસઘાત...
આરોપી આસિસ્ટન્ટ મેનેજરે બેંકમાંથી લગભગ 28 કરોડ રૂપિયા તેના પરિવારના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ત્યારથી આરોપી રાહુલ ફરાર હતો, જ્યારે બેંક મેનેજરે તપાસ કરી તો તે પણ રાહુલના કારનામા વિશે જાણીને સ્તબ્ધ થઈ ગયો. તપાસ બાદ સ્પષ્ટ થયું કે બેંકનો કર્મચારી બેંકના નાણાંની ઉચાપત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ હવે કરોડોની ગેરરીતિના કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Corona Virus : કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી, જાણો સમગ્ર વિગત…