Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છેલ્લા સાત વર્ષમાં દેશમાં દરરોજ સરેરાશ 100 કરોડનું બેંક ફ્રોડ, જાણો ક્યું રાજ્ય મોખરે

સામાન્ય રીત છેલ્લા થોડા વર્ષોથી બેંકો સાથે થઇ રહેલી ફ્રોડની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. વિજય માલ્યા, નિરવ મોદી તથા મેહુલ ચોકચી જેવા કેટલાય એવા લોકો છે કે જેઓ વિવિધ બેંકોને હજારો કરોડોનો ચુનો લગાવીને ભાગી ગયા છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે દેશમાં દરરોજ બંકો સાથે કેટલું ફ્રોડ થાય છે? જો ના વિચાર્યુ હોય તો હવે જાણી લો. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આંકડા આપવામાં આવશે. જà«
છેલ્લા સાત વર્ષમાં દેશમાં દરરોજ સરેરાશ 100 કરોડનું બેંક ફ્રોડ  જાણો ક્યું રાજ્ય મોખરે
Advertisement
સામાન્ય રીત છેલ્લા થોડા વર્ષોથી બેંકો સાથે થઇ રહેલી ફ્રોડની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. વિજય માલ્યા, નિરવ મોદી તથા મેહુલ ચોકચી જેવા કેટલાય એવા લોકો છે કે જેઓ વિવિધ બેંકોને હજારો કરોડોનો ચુનો લગાવીને ભાગી ગયા છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે દેશમાં દરરોજ બંકો સાથે કેટલું ફ્રોડ થાય છે? જો ના વિચાર્યુ હોય તો હવે જાણી લો. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આંકડા આપવામાં આવશે. જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.
રિઝર્વ બેંકે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 7 વર્ષોમાં માત્ર બેંક છેતરપિંડી અથવા કૌભાંડ દ્વારા ભારતને દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જો કે એક સારી વાત એ પણ છે કે છેલ્લા સાત વર્ષમાં બેંકો સાથે થતી છેતરપિંડીની કુલ રકમ વાર્ષિક ધોરણે સતત ઘટી છે. આમ ઘટાડા છતા બેંકો સાથે થતી છેતરપિંડીની વાર્ષિક રકમ ગણી વધારે છે. આરબીઆઇએ તે પણ જણાવ્યું છે કે ક્યું રાજ્ય બેંક ફ્રોડમાં સૌથી મોખરે છે.
દેશમાં ક્યું રાજ્ય મોખરે?
ભારતની આર્થિક રાજધાની મહારાષ્ટ્ર બેંકો સાથે છેતરપિંડીઓમાં મોખરે છે. જ્યાં દેશમાં થતી કુલ છેતરપિંડીમાંથી 50 ટકા છેતરપિંડી થાય છે. ત્યારબાદ દિલ્હી, તેલંગાણા, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યો આવે છે. આ 5 રાજ્યોમાં 2 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જે કુલ છેતરપિંડીના લગભગ 83 ટકા છે. 1 એપ્રિલ 2015થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં તમામ રાજ્યોમાં લગભગ 2.5 લાખ કરોડની છેતરપિંડી થઈ છે.
ક્યારે કેટલું ફ્રોડ થયું?
2015-16માં કુલ 67,760 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી થઈ હતી, જે 2016-17માં ઘટીને 59,966.4 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જેના બે વર્ષ બાદ આ રકમ 45 હજાર કરોડ રૂપિયા થઈ હતી. 2019-20માં બેંક ફ્રોડનો આંકડો ઘટીને રૂ. 27,698.4 કરોડ થયો હતો. વર્ષ 2020-21માં 10,699.90 કરોડ રૂપિયાની બેંક ફ્રોડ થઈ હતી. તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં માત્ર 647 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી થઇ હોવાની માહિતિ સામે આવી છે.
બહાર નહીં અંદર ધ્યાન રાખવાની જરુર
નાણા મંત્રાલયે કહ્યું છે કે આ છેતરપિંડીઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના કારણે બેંક ફ્રોડની ઘટનાઓ દર વર્ષે ઘટી રહી છે. નેત્રિકા કન્સલ્ટિંગના મેનેજિંગ ડિરેક્ટર સંજય કૌશિક કહે છે કે બેંકો બહારથી છેતરપિંડીના જોખમો પર ઝીણવટભરી નજર રાખે છે. જો તે અંદરના જોખમો પર વધુ ધ્યાન આપે તો તે વધુ અસરકારક રહેશે. તેમનું કહેવું છે કે મોટી લોન આપવાના મામલામાં ખાસ કાળજી લેવાની જરૂર છે.
Tags :
Advertisement

Trending News

.

×