Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના આ શહેરોમાં મળશે સૌથી AFFORDABLE મકાન, જાણો યાદીમાં અમદાવાદ કયા ક્રમાંકે

અત્યારના સમયમાં દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. આ વધતી જતી મોંઘવારીમાં હવે દિવસ પસાર કરવા મુશ્કેલ બન્યા છે. તેમાં પણ મેગા સિટીઓમાં તો જીવન પસાર કરવું કેટલું અઘરું છે તે વાત કહેવાની જરૂર નથી. આ બાબતમાં સૌથી અગત્યનું પાસું...
04:02 PM Jun 20, 2024 IST | Harsh Bhatt

અત્યારના સમયમાં દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. આ વધતી જતી મોંઘવારીમાં હવે દિવસ પસાર કરવા મુશ્કેલ બન્યા છે. તેમાં પણ મેગા સિટીઓમાં તો જીવન પસાર કરવું કેટલું અઘરું છે તે વાત કહેવાની જરૂર નથી. આ બાબતમાં સૌથી અગત્યનું પાસું કોઈ હોય તો તે ઘર છે. દિવસે દિવસે મકાનોની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. લોકોની આવક વધી રહી છે અને તેઓ સરળતાથી લોન લઈને ઘર ખરીદી શકે છે. આનાથી મકાનોના ભાવમાં વધારાને ટેકો મળ્યો છે. માટે હવે ઘર ખરીદવું મુશ્કેલ બન્યું છે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે ભારતમાં કયા શહેરોમાં મળે છે AFFORDABLE મકાન

અમદાવાદ શહેર આ યાદીમાં પ્રથમ ક્રમાંકે

રિયલ એસ્ટેટ એડવાઈઝરી ફર્મની એક રિપોર્ટમાં આવા પાંચ શહેરોના નામ સામે આવ્યા છે કે જ્યાં ઘર ખરીદવું સૌથી AFFORDABLE છે. અહી નોંધનીય છે કે, આ રિપોર્ટને 2023માં શહેરોની અફોર્ડિબિલિટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી છે. આ યાદીમાં સૌથી પહેલું નામ અમદાવાદનું આવે છે. અમદાવાદ શહેરના અફોર્ડેબિલિટી રેશિયો વિશે વાત કરવામાં આવે તો તે 21 ટકા છે. અમદાવાદ બાદ આ યાદીમાં પુણે અને કોલકાતાનો નંબર આવે છે. આ બે શહેરોમાં અફોર્ડેબિલિટી રેશિયો 24 ટકા છે.

AHMEDABAD CITY

આ રિપોર્ટ અનુસાર આ યાદીમાં ચોથા ક્રમાંકે ચેન્નાઈનું નામ આવે છે. આ શહેરમાં અફોર્ડેબિલિટી રેશિયો 25 ટકા છે. ચેન્નાઈ બાદ પાંચમા ક્રમાંકે આ યાદીમાં બેંગલુરુનું નામ સામે આવે છે. આ શહેરનો અફોર્ડેબિલિટી રેશિયો 26 ટકા છે.

અફોર્ડેબિલિટી રેશિયો એટલે શું?

હવે આ અહેવાલ વાંચ્યા પછી આપના મનમાં પ્રશ્ન થાય કે, આ અફોર્ડેબિલિટી રેશિયો એટલે શું? જેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. આનો અર્થ એમ થાય છે કે, મારા પગારના કેટલા ટકા રોકાણ કરીને તમે આ શહેરમાં ઘર ખરીદી શકો છો. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં ઘર ખરીદવા માટે, તમારે તમારા પગારના સરેરાશ 21 ટકા ખર્ચ કરવો પડશે. દિલ્હી-NCR એફોર્ડેબિલિટી રેશિયો 27 ટકા છે. તમને જણાવી દઈએ કે જો આપણે 2010 અને અત્યારની સરખામણી કરીએ તો આ રેશિયો ઘણો સુધર્યો છે. આ વાતનો અંદાજો તમે એ ઉપરથી લગાવી શકો છો કે, વર્ષ 2010માં અમદાવાદનો અફોર્ડેબિલિટી રેશિયો 46 ટકા હતો જે હવે 21 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : ખૂબ ચાલે છે આ નકલી કેરીનો આ કાળો કારોબાર, જાણો કેવી રીતે તૈયાર કરાય છે નકલી કેરી

Tags :
AFFORDABLE HOUSEAFFORDIBILITY RATIOAhmedabadBengaluruChennaiCITY LISTGujarat FirsthousesKolkataPune
Next Article