ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Atiq-Ashraf Murder કેસમાં હત્યા કરનારાઓને આજે કોર્ટમાં કરાશે રજૂ

પ્રયાગરાજમાં અતિક-અશરફ હત્યાનો કેસ જેલમાં SIT દ્વારા આરોપીઓની પૂછપરછ હત્યાના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે લવલેશ, સની, અરૂણને કોર્ટમા રજૂ કરાશે માફિયા અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરનાર લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યને બુધવારે ચીફ જ્યુડિશિયલ...
09:10 AM Apr 19, 2023 IST | Hiren Dave

માફિયા અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરનાર લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યને બુધવારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મંગળવારે હત્યા કેસની તપાસ માટે રચાયેલી SIT ની ટીમે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દિનેશ કુમાર ગૌતમની કોર્ટમાં અરજી કરી અને આરોપીઓને સમન્સ મોકલવાની માંગ કરી હતી.

કોર્ટે પોલીસને કડક સુરક્ષા હેઠળ બુધવારે આરોપીને કોર્ચમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા કરી દેવામાં આવી હતી જેના કારણે આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં પહેલા પણ પોલીસ અધિકારીઓએ પણ મોડી રાત સુધી કોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. હાલ આરોપીઓ પ્રતાપગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.

અતીકની ગેંગના ડરને કારણે સોમવારે જ ચારેય આરોપીને નૈની જેલમાંથી પ્રતાપગઢ મોકલી દેવામાં આવ્યા હતા. હવે તેમને ત્યાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સમયે તમામ રીતે સુરક્ષા દળોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટને લશ્કરી છાવણીમાં ફેરવવામાં આવશે. આ સમયે તપાસ એજન્સીઓની સાથે RAF અને PACના જવાનો પણ કોર્ટ પરીસરમાં તૈનાત રહેશે.

આ પણ  વાંચો- TMC નેતા મુકુલ રોય ફરી BJP માં સામેલ થશે ? જાણો શું આપ્યું મોટુ નિવેદન

 

 

Tags :
Ashraf AhmedAtiq Ashraf MurderAtique AhmedUmesh Pal MurderUP
Next Article