બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાની અસર ભારતની સરહદ પર જોવા મળી
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો
- હજારો લોકો ભારત આવવાની તૈયારીમાં
- BSF દ્વારા સરહદ પર કડક સુરક્ષા
Bangladesh News : બાંગ્લાદેશમાં તાજેતરમાં જે સ્થિતિ છે તેનાથી સૌ કોઇ પરિચિત છે. અહીં આગજની અને હિંસા (Violence) એ દેશમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરી દીધું છે. જેના કારણે સેંકડો લોકો બાંગ્લાદેશ (Bangladesh) ની બહાર નીકળવા લાગ્યા છે. જેની અસર ભારત-બાંગ્લાદેશ સરહદ (India-Bangladesh Border) પર પણ જોવા મળી રહી છે. અહીં સેંકડો લોકો એકઠા થયા છે, જેમને સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા ઝીરો પોઈન્ટ પર રોકી દેવામાં આવ્યા છે.
ભારતીય સરહદ પર હજારો લોકોની ભીડ
ન્યૂઝ એજન્સી ANI એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારના સીતાલકુચીના પથાનતુલીથી પકડાયેલા બાંગ્લાદેશ (Bangladesh) માં સરહદ પાર કરવાના વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે. આ જોઈને સ્પષ્ટ થાય છે કે જ્યારે ખેતર-રસ્તાઓથી તેઓ નીકળી ન શક્યા જેના કારણે તેઓ નદી-નાળાઓ પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, BSFના જવાનોની તૈનાતીને કારણે તેમને રોકી દેવામાં આવ્યા છે. કૂચ બિહારના પથનતુલીના રહેવાસી ઇકરામુલ હકે આ અંગે ANI સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, 'સવારે 9-9.30 વાગ્યાની આસપાસ બાંગ્લાદેશથી કેટલાક લોકો બોર્ડર પર એકઠા થયા હતા. તેમાંથી ઘણા હજુ પણ છે. ભીડ હવે ઓછી દેખાય છે. હાલમાં સૈનિકોની તૈનાતીને કારણે તેમના માટે અચાનક ભારત આવવું શક્ય નથી. મીડિયામાં કેટલાક વધુ વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં કેટલાક લોકો નદીઓ અને નાળાઓ પાર કરીને ભારત આવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જો કે, BSF દ્વારા તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને સરહદની બીજી બાજુએ તેમને રોકી દેવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં તણાવ, ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
ઉલ્લેખનીય છે કે પડોશી દેશમાં વર્તમાન પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિતિ પર નજર રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર કહ્યું, 'બાંગ્લાદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. ભારતીય નાગરિકો, હિન્દુઓ અને ત્યાં રહેતા અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમિતિ બાંગ્લાદેશમાં તેના સમકક્ષ અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખશે. આ સમિતિનું નેતૃત્વ ADG (એડીશનલ ડાયરેક્ટર જનરલ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈસ્ટર્ન કમાન્ડ કરશે.
આ પણ વાંચો: Bangladesh : ભારતીય દૂતાવાસનો મોટો નિર્ણય, દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ...