ભગવાન શિવની સાક્ષીનો અનુભવ કરાવતા ઓમ પર્વત ઉપરથી 'ૐ'ની છબી અચાનક જ થઈ ગાયબ!
ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય 'ઓમ' છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ પર્વત પરથી 'ઓમ' અચાનક ગાયબ થઈ ગયો છે. લગભગ 19,000 ફૂટની ઊંચાઈ પર આવેલા આ પર્વત પર વર્ષ દરમિયાન બરફના કારણે 'ઓમ' નો આકાર સ્પષ્ટપણે દેખાતો હતો, પરંતુ ઓગસ્ટમાં બરફની પરત અચાનક ગાયબ થઈ જતા હવે 'ૐ ' ની છબી બિલકુલ જ ગાયબ થઈ ગઈ છે અને હવે ફક્ત કાળો પર્વત જ જોવા મળી રહ્યો છે. વર્ષોથી હજારો ભક્તોની ભગવાનની શિવની હાજરીનો પ્રમાણ આપતો આ પર્વત હવે પોતાની ઓળખાણ જ ગુમાવી બેઠો હોય તેવું લાગી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ
ઓમ પર્વત ઉપરથી 'ૐ 'જ થયો ગાયબ
At 5900 meters, Om Parvat is without no snow for first time. This is result of climate change & reduced snowfall while "development" like road widening, tourism & mining have added fuel to fire. Nature is giving many warnings but no one has time/patience to listen!#Uttarakhand pic.twitter.com/WZiNbEUkzj
— Shubham Awasthi (@awasthiShubhamP) August 27, 2024
વાસ્તવમાં આ પહેલી જ વાર છે કે ઓમ પર્વત પરથી 'ઓમ'ની આકૃતિ/છબી ગાયબ થઈ છે. મળતી માહિતીના અનુસાર, વૈશ્વિક તાપમાનમાં વધારો, હિમાલયમાં બરફ પીગળવા, બાંધકામના વૃદ્ધિ અને માનવ દખલગીરીને આ ઘટનાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. વધતા તાપમાનના કારણે હિમાલયના આ વિસ્તારમાં બરફ ઝડપથી ઓગળી રહ્યો છે, જેનાથી પર્વત પરથી 'ઓમ'નો આકાર દૂર થઈ ગયો છે.વર્ષોથી કૈલાશ માનસરોવર યાત્રામાં ગાઈડ તરીકે સેવા આપતા એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, આ પર્વત પર આ પહેલા પણ બરફ ગાયબ થયો છે, પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગ, વાહનોની અવરજવર અને પર્યાવરણ પર પડતી નકારાત્મક અસરને કારણે આ પ્રકારની ઘટનાઓ વધુ ગંભીર બની રહી છે.
ખૂબ જ ચિંતાજનક બાબત
ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેટિક ચેન્જનું નવું સંશોધન દર્શાવે છે કે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો હિમાલયના 90 ટકા વિસ્તારને એક વર્ષથી વધુ સમય માટે દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. આ તર્કને ધ્યાનમાં રાખીને, હિમાલયના વિસ્તારમાં પાણીની અછત અને પર્યાવરણમાં ફેરફારના ચિંતાજનક સંકેત મળી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ હવે ઘણા ધાર્મિક કારણો પણ લોકો કાઢી રહ્યા છે, પરંતુ આ ખરેખર પર્યાવરણને ધ્યાનમાં રાખવામાં આવે તો ખૂબ જ ચિંતાજનક બાબત છે.
આ પણ વાંચો : Bengal Bandh : કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ, BJP નેતાએ શેર કર્યો આ ખતરનાક Video