ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

'બંધારણ દરેક કસોટીમાં ખરું ઉતર્યુ', મન કી બાતમાં PM મોદીએ કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો.
12:11 PM Dec 29, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
man ki baat

PM Modi Mann Ki Baat: મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશના બંધારણ અને મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બંધારણ દરેક કસોટી પર ખરું ઉતર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું, "26 જાન્યુઆરી, 2025 ના રોજ, આપણા બંધારણને અમલમાં આવ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે."

PMએ બંધારણ સંબંધિત વેબસાઇટ લોન્ચ કરી

પીએમ મોદીએ કહ્યું, "દેશના નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા માટે, http://constitution75.com નામની એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી તમારો વીડિયો અપલોડ કરી શકો છો. વિવિધ ભાષાઓમાં બંધારણ વાંચી શકો છો, બંધારણ વિશે પ્રશ્નો પણ પૂછી શકો છો." વડાપ્રધાને મન કી બાતના શ્રોતાઓને, શાળાઓમાં ભણતા બાળકો અને કોલેજમાં જતા યુવાનોને આ વેબસાઈટનો ભાગ બનવા વિનંતી કરી છે.

PMએ મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ હાલમાં જ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. મન કી બાત કાર્યક્રમમાં તેમણે મહાકુંભની તૈયારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, "મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નથી, પરંતુ તેની વિવિધતામાં પણ છે. આ કાર્યક્રમમાં કરોડો લોકો એકઠા થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, અસંખ્ય અખાડાઓ, દરેક વ્યક્તિ આ આયોજનનો ભાગ બને છે. ક્યાંય કોઈ ભેદભાવ જોવા મળતો નથી, કોઈ મોટુ નથી હોતુ, કોઈ નાનુ નથી હોતુ. વિવિધતામાં એકતાનું આવું દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.

બસ્તર ઓલિમ્પિકથી એક નવી ક્રાંતિનો જન્મ

પીએમ મોદીએ કહ્યું, "મેલેરિયા સ્વાસ્થ્ય પડકારોમાંનો એક હતો. WHO અનુસાર, મેલેરિયાના કેસમાં ઘટાડો થયો છે. ભારતમાં મેલેરિયા ખૂબ જ ઓછો છે." પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બસ્તર ઓલિમ્પિકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, "બસ્તરમાં એક અનોખી ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. બસ્તર ઓલિમ્પિક સાથે પહેલીવાર ત્યાં એક નવી ક્રાંતિનો જન્મ થઈ રહ્યો છે. પહેલીવાર બસ્તર ઓલિમ્પિકમાં 7 જિલ્લાના એક લાખ 65 હજાર ખેલાડીઓએ ભાગ લીધો. આ માત્ર એક આંકડો નથી, આ આપણા યુવાનોના સંકલ્પની ગૌરવ ગાથા છે."

આ પણ વાંચો:  Guna Borewell Accident: પતંગ ઉડાવતી વખતે બાળક બોરવેલમાં પડ્યો, 16 કલાક બાદ બચાવ્યો પણ સારવાર દરમિયાન થયુ મોત

Tags :
Bastar OlympicsConstitutiondifferent languagesGujarat Firsthealth challengesMahakumbhmalariaMann Ki Baatparticipatepm modiPrayagrajpreamblequestionsrevolutionspecial website