પ્રયાગરાજની હોસ્પિટલે ડેંગ્યૂના દર્દીને મોસંબીનો રસ ચઢાવી દેતા દર્દીનું મોત, હોસ્પિટલ સીલ
ડેંગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં હોસ્પિટલ દ્વારા ડેંગ્યુના દર્દીના પ્લેટલેટ્સ વધારવા માટે તેને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યો હતો.. દર્દીને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યા બાદ તેની સ્થિતિ વધુ બગડી હતી..અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, જિલ્લા વહીવટીતંત્રએ નાયબ મà
ડેંગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં હોસ્પિટલ દ્વારા ડેંગ્યુના દર્દીના પ્લેટલેટ્સ વધારવા માટે તેને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યો હતો.. દર્દીને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યા બાદ તેની સ્થિતિ વધુ બગડી હતી..અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, જિલ્લા વહીવટીતંત્રએ નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકના આદેશ પર કાર્યવાહી કરી અને હોસ્પિટલને સીલ કરી દીધી છે.
સેમ્પલના રિપોર્ટ સુધી હોસ્પિટલ રહેશે સીલ
જ્યારે હોસ્પિટલને સીલ કરવા માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ચીફ મેડિકલ ઓફિસરની સૂચના પર હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને દર્દીના સેમ્પલની ચકાસણી ન થાય ત્યાં સુધી હોસ્પિટલને સીલ રહેશે.. નમૂનાનું પરીક્ષણ કોણ કરશે તે અંગે પૂછવામાં આવતા,તેમણે કહ્યું કે પોલીસ તેની તપાસ ડ્રગ ઇન્સ્પેક્ટર પાસે કરાવશે.જો કે આ ઘટનાના સંબંધમાં ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.
હોસ્પિટલે કહ્યું પ્લેટ્લેટ્સ ચઢાવ્યા બાદ તબિયત બગડી
બીજી તરફ ધૂમનગંજ હોસ્પિટલના માલિક સૌરભ મિશ્રાએ જણાવ્યું હતું કે દર્દી પ્રદીપ પાંડે ડેન્ગ્યુથી પીડિત હતા.અને તેમને તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.. તેમણે કહ્યું કે દર્દીના પ્લેટલેટ્સ ઘટીને 17,000 થઈ ગયા બાદ તેના સંબંધીઓને પ્લેટલેટ્સ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દર્દીના સંબંધીઓ સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલમાંથી પ્લેટલેટસના પાંચ યુનિટ લાવ્યા હતા, પરંતુ ત્રણ યુનિટ પ્લેટલેટ્સ ચઢાવ્યા બાદ દર્દીની હાલત ખરાબ થતા પ્લેટલેટ્સ ચઢાવવાનું બંધ કરી દેવાયું હતું.તેમણે કહ્યું કે તેમની હોસ્પિટલમાં પ્લેટલેટ્સનો ટેસ્ટ કરવાની કોઈ સુવિધા નથી.મિશ્રાએ કહ્યું કે જે પ્લેટલેટ્સ દર્દીને ચઢાવવાના બાકી હતા.. તેની તપાસ કરાવવામાં આવી જોઇએ.
Advertisement