Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'બંધારણ દરેક કસોટીમાં ખરું ઉતર્યુ', મન કી બાતમાં PM મોદીએ કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો.
 બંધારણ દરેક કસોટીમાં ખરું ઉતર્યુ   મન કી બાતમાં pm મોદીએ કહ્યું
Advertisement
  • બંધારણ સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું
  • PMએ બંધારણ સંબંધિત વેબસાઇટ લોન્ચ કરી
  • વિવિધ ભાષાઓમાં બંધારણ લોન્ચ
  • બસ્તરમાં એક અનોખી ઓલિમ્પિકની શરૂઆત
  • 7 જિલ્લાના એક લાખ 65 હજાર ખેલાડીઓએ ભાગ લીધો

PM Modi Mann Ki Baat: મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશના બંધારણ અને મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

બંધારણ દરેક કસોટી પર ખરું ઉતર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું, "26 જાન્યુઆરી, 2025 ના રોજ, આપણા બંધારણને અમલમાં આવ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે."

Advertisement

PMએ બંધારણ સંબંધિત વેબસાઇટ લોન્ચ કરી

પીએમ મોદીએ કહ્યું, "દેશના નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા માટે, http://constitution75.com નામની એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી તમારો વીડિયો અપલોડ કરી શકો છો. વિવિધ ભાષાઓમાં બંધારણ વાંચી શકો છો, બંધારણ વિશે પ્રશ્નો પણ પૂછી શકો છો." વડાપ્રધાને મન કી બાતના શ્રોતાઓને, શાળાઓમાં ભણતા બાળકો અને કોલેજમાં જતા યુવાનોને આ વેબસાઈટનો ભાગ બનવા વિનંતી કરી છે.

Advertisement

PMએ મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ હાલમાં જ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. મન કી બાત કાર્યક્રમમાં તેમણે મહાકુંભની તૈયારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, "મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નથી, પરંતુ તેની વિવિધતામાં પણ છે. આ કાર્યક્રમમાં કરોડો લોકો એકઠા થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, અસંખ્ય અખાડાઓ, દરેક વ્યક્તિ આ આયોજનનો ભાગ બને છે. ક્યાંય કોઈ ભેદભાવ જોવા મળતો નથી, કોઈ મોટુ નથી હોતુ, કોઈ નાનુ નથી હોતુ. વિવિધતામાં એકતાનું આવું દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.

બસ્તર ઓલિમ્પિકથી એક નવી ક્રાંતિનો જન્મ

પીએમ મોદીએ કહ્યું, "મેલેરિયા સ્વાસ્થ્ય પડકારોમાંનો એક હતો. WHO અનુસાર, મેલેરિયાના કેસમાં ઘટાડો થયો છે. ભારતમાં મેલેરિયા ખૂબ જ ઓછો છે." પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બસ્તર ઓલિમ્પિકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, "બસ્તરમાં એક અનોખી ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. બસ્તર ઓલિમ્પિક સાથે પહેલીવાર ત્યાં એક નવી ક્રાંતિનો જન્મ થઈ રહ્યો છે. પહેલીવાર બસ્તર ઓલિમ્પિકમાં 7 જિલ્લાના એક લાખ 65 હજાર ખેલાડીઓએ ભાગ લીધો. આ માત્ર એક આંકડો નથી, આ આપણા યુવાનોના સંકલ્પની ગૌરવ ગાથા છે."

આ પણ વાંચો: Guna Borewell Accident: પતંગ ઉડાવતી વખતે બાળક બોરવેલમાં પડ્યો, 16 કલાક બાદ બચાવ્યો પણ સારવાર દરમિયાન થયુ મોત

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : સિવિલમાં યુવકને નગ્ન કરી લોકોએ ફટકાર્યો, આંબાવાડીમાં યુવકને લુખ્ખા તત્વોએ માર માર્યો

featured-img
રાષ્ટ્રીય

IAS Pawan Yadav :  IAS અધિકારી પવન યાદવને મળી મોટી જવાબદારી

featured-img
ગુજરાત

Patan : HNGU માં સરકારે ફાળવેલી 20 કરોડની ગ્રાન્ટ પાંછી ખેંચી, જાણો શું કારણ

featured-img
Top News

Bhavnagar ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકમાં ભરતી મામલો, સગાવાદ કરી નોકરી આપી હોવાનો આક્ષેપ

featured-img
સ્પોર્ટ્સ

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર,KKR એ ખોલ્યું જીતનું ખાતું

featured-img
રાષ્ટ્રીય

Cancer - Diabetes Drugs : કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી?

Trending News

.

×