Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામાન્ય વાત પહોંચી હત્યા સુધી! એક યુવકની તેના પરિવાર સમક્ષ ઢોર માર મારીને કરાઈ હત્યા, Video

રસ્તા વચ્ચે એક શખ્સ પર જીવલેણ હુમલો એક સામાન્ય બાબતમાં મારા મારી થતા હત્યા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ Viral Video : મલાડમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે જોડાયેલા એક વ્યક્તિને નિર્દયતાથી રસ્તા વચ્ચે ઢોર માર મારવામાં...
સામાન્ય વાત પહોંચી હત્યા સુધી  એક યુવકની તેના પરિવાર સમક્ષ ઢોર માર મારીને કરાઈ હત્યા  video
  • રસ્તા વચ્ચે એક શખ્સ પર જીવલેણ હુમલો
  • એક સામાન્ય બાબતમાં મારા મારી થતા હત્યા
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Viral Video : મલાડમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે જોડાયેલા એક વ્યક્તિને નિર્દયતાથી રસ્તા વચ્ચે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમની પત્ની અને માતા-પિતા (Parents) પણ હાજર હતા, પરંતુ તેઓ નિઃસહાય બનીને આ હિંસા જોવા માટે મજબૂર બન્યા હતા. આ ઘટના મલાડ પૂર્વમાં બની હતી, જ્યાં આ વ્યક્તિની ઓટોરિક્ષા ચાલકો સાથે બબાલ થઈ હતી. ગાળાગાળીથી શરૂ થયેલી વાત એટલી વકરશે તેવો ત્યા હાજર લોકોએ પણ કયારેય વિચાર નહોતો કર્યો. આ હિંસક હુમલાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો છે. જેમાં જણાઈ રહ્યું છે કે કોઈ એક જુથ આ વ્યક્તિને ઢોર માર મારી રહ્યું છે.

Advertisement

એક યુવકને કેટલાક લોકોએ ઢોર માર માર્યો

મળી રહેલી માહિતી અનુસાર, આ મારા મારીમાં શખ્સનું મોત થયું છે. જીહા, એક નાના વિવાદને કારણે કેટલાક લોકોએ એક વ્યક્તિને એટલી ખરાબ રીતે માર્યો કે તેનું મોત થઈ ગયું છે. આ વિવાદ વાહનને ઓવરટેક કરવાને લઈને થયો હતો. જેમાં એક યુવકને કેટલાક લોકોએ ઢોર માર માર્યો હતો. મૃતકનું નામ આકાશ માઇન હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો (Video) માં જોઈ શકાય છે કે તે વ્યક્તિને તેના પરિવારની સામે જ નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. તેની માતા તેને ગુસ્સે ભરાયેલા ટોળાથી બચાવવા તેના પર સૂઈ ગઈ. તેના પિતાને ડાબી આંખમાં ગંભીર ઈજા થઈ હતી. પિતાને ટોળા દ્વારા માર મારતા પણ જોઈ શકાય છે.

Advertisement

ઓવરટેકિંગને લઈને ઝઘડો શરૂ થયો

આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર શેર કરનાર યુઝરના કહેવા પ્રમાણે, "12-15 મિત્રોના એક જૂથે મળીને આ છોકરા આકાશને માર માર્યો અને આ લડાઈમાં તેની પત્નીનું કસુવાવડ થઈ ગયું. તેના પિતાની ડાબી આંખને સંપૂર્ણ નુકસાન થયું." ઉલ્લેખનીય છે કે, બાઇક સવાર અને ઓટો-રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેકિંગને લઈને ઝઘડો શરૂ થયો હતો, જો કે, તે થોડા જ સમયમાં વધી ગયો હતો અને અન્ય ઓટોરિક્ષા ચાલકો પણ આ લડાઈમાં જોડાયા હતા. અહેવાલ મુજબ, આ ઘટના 12 ઓક્ટોબરના રોજ બની હતી અને પીડિતને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

9 આરોપીઓની ધરપકડ

મુંબઈની દિંડોશી પોલીસે હત્યાનો કેસ નોંધીને 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભીડ એક વ્યક્તિને મારતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક મહિલા પણ દેખાઈ રહી છે જે તે યુવકને બચાવવા માટે પીડિતા પર પડી રહી છે અને અન્ય વ્યક્તિ હાથ જોડીને ભીડની માફી માંગી રહ્યા છે અને લોકો તેને માર મારી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો:  બાબા સિદ્દિકી પર થયેલા ગોળીબારમાં એક અન્ય શખ્સ પણ થયો ઈજાગ્રસ્ત, જાણો પૂરી વિગત

Tags :
Advertisement

.