મનસે ચીફ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત રદ, જાણો કેમ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની 5 જૂને યોજાનારી અયોધ્યા મુલાકાત હાલ પુરતી સ્થગીત કરી દેવાઇ છે. તેમનું કહેવું છે કે તેઓ 22 જૂને પૂણેમાં યોજાનારી પોતાની રેલીમાં આ બાબતે વધુ જાણકારી આપશે. ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા પણ ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ બ્રજભૂષણ શરણસિંહ શર્માએ માંગ કરી હતી કે રાજ ઠાકરે અયોધ્યા આવતા પહેલાં ઉત્તર ભારતીયોનું અપમાન કરવા
Advertisement
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની 5 જૂને યોજાનારી અયોધ્યા મુલાકાત હાલ પુરતી સ્થગીત કરી દેવાઇ છે. તેમનું કહેવું છે કે તેઓ 22 જૂને પૂણેમાં યોજાનારી પોતાની રેલીમાં આ બાબતે વધુ જાણકારી આપશે. ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા પણ ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ બ્રજભૂષણ શરણસિંહ શર્માએ માંગ કરી હતી કે રાજ ઠાકરે અયોધ્યા આવતા પહેલાં ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ માફી માંગે.
ભાજપ સાંસદે કહ્યું હતું કે જ્યાં સુધી રાજ ઠાકરે જાહેરમાં આવીને માફી નહી માંગે ત્યાં સુધી તેમને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં નહી આવે. જો કે પોતાની મુલાકાત રદ કરવા અંગે રાજ ઠાકરેએ હજું કોઇ કારણો આપ્યા નથી.
રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતના જવાબમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના પુત્ર તથા મંત્રી આદિત્ય ઠાકરે 10 જૂને અયોધ્યા જવાના હતા. જો કે શિવસેના દ્વારા હાલ આ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
પ્રાપ્ત માહિતી મુજબ 22મેના રોજ પૂણેમાં રાજ ઠાકરેની રેલી યોજવામાં આવી છે. અને આ રેલીમાં તેઓ અયોધ્યા મુલાકાત બાબતે વધુ કોઇ માહિતી જાહેર કરી શકે છે. આ પહેલા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવા માટે મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું અને ત્યારબાદ તેમને ધમકીભર્યો પત્ર મળ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને આરપીઆઇએના પ્રમુખ રામદાસ આઠવલેએ પણ રાજ ઠાકરેને અયોધ્યા જતા પહેલાં ઉત્તર ભારતીયોથી માફી માંગવાની માગ કરી હતી.
મનસે દ્વારા 2008માં આંદોલન શરુ કરાયું હતું જેમાં રેલવેની પરીક્ષા આપવા વહોંચેલા ઉત્તર ભારતના વિદ્યાર્થીઓ પર કથીત રીતે મારપીટ કરાઇ હતી.