Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચંદ્રાબાબુ નાયડુ સૌથી અમીર CM, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ, જાણો દેશના મુખ્યમંત્રીઓ પાસે કેટલી છે સંપત્તિ

રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. જ્યારે 2023-2024 માટે ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આશરે રૂ. 1,85,854 હતી.
ચંદ્રાબાબુ નાયડુ સૌથી અમીર cm  મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ  જાણો દેશના મુખ્યમંત્રીઓ પાસે કેટલી છે સંપત્તિ
Advertisement
  • વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા
  • મુખ્યમંત્રીની સરેરાશ સ્વ-આવક 13,64,310 રૂપિયા
  • ચંદ્રબાબુ નાયડુ રૂ. 931 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક CM
  • મમતા બેનર્જી 15 લાખની સંપત્તિ સાથે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા CM
  • ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. જ્યારે 2023-2024 માટે ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આશરે રૂ. 1,85,854 હતી. મુખ્યમંત્રીની સરેરાશ સ્વ-આવક 13,64,310 રૂપિયા છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં લગભગ 7.3 ગણી છે.

ચંદ્રબાબુ નાયડુ સૌથી ધનિક CM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ રૂ. 931 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી છે, જ્યારે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી માત્ર રૂ. 15 લાખની સંપત્તિ સાથે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે. સોમવારે જારી કરવામાં આવેલા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.

Advertisement

દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી માત્ર બે જ મહિલા

દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા છે. દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી માત્ર બે જ મહિલા છે - પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અને દિલ્હીના આતિશી.

Advertisement

આ પણ વાંચો : Delhi : CM પદના સન્માનની માંગ, LG ના પત્ર પર રાજકીય ગરમાવો...

પેમા ખાંડુ બીજા સૌથી અમીર મુખ્યમંત્રી છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે. આ યાદીમાં કર્ણાટકના સિદ્ધારમૈયા 51 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. તેવી જ રીતે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 55 લાખની સંપત્તિ ધરાવે છે. કેરળના મુખ્યમંત્રીની વાત કરીએ તો, પિનરાઈ વિજયન 118 કરોડ રૂપિયા સાથે ત્રીજા સૌથી અમીર મુખ્યમંત્રી છે.

પેમા ખાંડુ પર 180 કરોડ રૂપિયાની લાયબીલિટી છે

અરુણાચલના સીએમ પેમા ખાંડુની સૌથી વધુ 180 કરોડની લાયબીલિટી એટલે કે, બાકી આપવાની જવાબદારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્ધારમૈયા પર 23 કરોડ રૂપિયા અને નાયડુ પર 10 કરોડ રૂપિયાથી વધુની લાયબીલિટી છે.

ADR રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 13 (42 ટકા) મુખ્યમંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસો જાહેર કર્યા છે, જ્યારે 10 (32 ટકા)એ હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધમકી સંબંધિત ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે.

ADRના રિપોર્ટ મુજબ જાણો કયા સીએમ પાસે કેટલી પ્રોપર્ટી છે

રાજ્યમુખ્યમંત્રીસંપત્તિ લાયબિલિટી
નાગાલેન્ડ નેફિયુ રિયો 46 કરોડ8 લાખ
મધ્યપ્રદેશમોહન યાદવ42 કરોડ8 કરોડ
ઝારખંડહેમંત સોરેન25 કરોડ3 કરોડ
આસામહેમંત બિસ્વા સરમા17 કરોડ3 કરોડ
મહારાષ્ટ્રદેવેન્દ્ર ફડણવીસ13 કરોડ62 લાખ
ગુજરાતભૂપેન્દ્ર પટેલ8 કરોડ1 કરોડ
હિમાચલ સુખવિન્દર સુખુ7 કરોડ22 લાખ
હરિયાણાનાયબ સૈની5 કરોડ74 લાખ
ઉત્તરાખંડપુષ્કર સિંહ ધામી4 કરોડ47 લાખ
છત્તીસગઢવિષ્ણુ દેવ સાંઈ3 કરોડ65 લાખ
પંજાબ ભગવંત માન1 કરોડ30 લાખ
બિહાર નીતિશ કુમાર1 કરોડશૂન્ય
યુપી યોગી આદિત્યનાથ1 કરોડ શૂન્ય
રાજસ્થાનભજનલાલ શર્મા1 કરોડ46 લાખ
દિલ્હી આતિશી1 કરોડ શૂન્ય

આ પણ વાંચો :  Indian Navy : ભારતીય નૌકાદળ માટે મજબૂત કવચ, બે યુદ્ધ જહાજ અને સબમરીનનો સમાવેશ

Tags :
Advertisement

.

×