Tamilnadu News: નાણાં મંત્રીનો દાવો, તમિલનાડુમાં રામ મંદિરનું લાઈવ પ્રસારણ બંધ ?
Tamilnadu News: દેશભરમાં Ayodhya ના રામ મંદિરમાં અભિષેક સમારોહ માટે તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ આ મુદ્દે રાજકરણ પર ગરમાયું છે. કારણ કે... વિપક્ષ કાર્યકારોમાંથી મોટા ભાગના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાનો નિર્ણય લીધો છે.
હવે, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે Tamilnadu સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. સીતારમણે કહ્યું છે કે Tamilnadu સરકારે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહના Live telecast પર પ્રતિબંધ મૂક્યો છે.
- નાણા મંત્રી સીતારમણનું ટ્વિટ
- DMK પરેશાન છે - સીતારમણ
- નાણાંમંત્રીનો દાવો ખોડો સાબિત થયો
નાણા મંત્રી સીતારમણનું ટ્વિટ
નાણા મંત્રીએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'તામિલનાડુ સરકારે 22 જાન્યુઆરીએ રામ મંદિર સંબંધિત કાર્યક્રમોનું લાઈવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ ખાનગી રીતે ચાલતા મંદિરોને પણ કાર્યક્રમોનું આયોજન કરતા અટકાવી રહી છે. બધા લોકો PM Narendra Modi ને Ayodhya માં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ જોવા માંગે છે. ત્યારે કેબલ ટીવી ઓપરેટરોને કહેવામાં આવ્યું છે કે લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન પાવર કટ થવાની સંભાવના છે. I.N.D.I ગઠબંધનના મુખ્ય ભાગીદાર DMK નું આ હિંદુ વિરોધી પગલું છે.
DMK પરેશાન છે - સીતારમણ
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તમિલનાડુ સરકાર Live Telecast પ્રતિબંધને યોગ્ય ગણવવા માટે કાયદો વ્યવસ્થાને બગડવાનો દાવો કરી રહી છે. આ એક ખોટી અને બનાવટી વાર્તા છે. અયોધ્યા ચુકાદાના દિવસે કાયદો અને વ્યવસ્થામાં કોઈ સમસ્યા ન હતી. જ્યારે PM Modi એ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ સમસ્યા ન હતી. પરંતુ તમિલનાડુમાં ભગવાન શ્રી રામના અભિષેક ઉત્સવની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહનો પ્રવાહ જોઈને હિંદુ વિરોધી DMK સરકાર ચિંતિત થઈ રહી છે.
નાણાંમંત્રીનો દાવો ખોડો સાબિત થયો
HR&CE મંત્રી શેખર બાબુએ નાણામંત્રીના નિવેદન અમાન્યપાત્ર ગણાવ્યું છે. તેમણે લખ્યું, 'ડીએમકેની યુવા પાંખના સંમેલનમાંથી ધ્યાન હટાવવા માટે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. HR&CE એ તમિલનાડુના કોઈપણ મંદિરમાં પૂજા કરવા અથવા રામ માટે અન્નદાન અર્પણ કરવા પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જેવા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે.
આ પણ વાંચો: Ram Mandir અંતરિક્ષમાંથી કંઈક આવું દેખાય છે, ઈસરોએ શેર કરી તસવીર