ધોરણ 10 માં 10 વાર નાપાસ બાદ પાસ થતા, ગામલોકોએ પપ્પુ પાસ હો ગયાના નારા લગાવ્યા
Maharashtra Board Result: વર્ષો પહેલા Amitabh Bachchan ની એક જાહેરાત આવી હતી જેમાં તેઓ જ્યારે તેમના પપ્પુના Pass થવા પર ચોકલેટ વહેંચે છે. તેનું કારણ એ હતું કે... પપ્પુ વર્ષોથી પરિક્ષા failed થતો હતો. ત્યારે અનેક પ્રયત્નો બાદ તે Pass થયો હતો. તેની ખુશીમાં ચોકલેટ વહેંચે છે. ત્યારે આવો જ એક કિસ્સો Maharashtra માંથી તાજેતરમાં સામે આવ્યો છે.
પુત્રને કહ્યું કે તે failed થાય તો પણ વાંધો નથી
પુત્રના પ્રયત્નોને એક દાયકા પછી ફળ મળ્યું છે
પપ્પુની સફળતાથી આખું ગામ એટલું ખુશ છે
આ ઘટના Maharashtra ના બીડ જિલ્લાના ડાબી ગામની છે. અહીં એક વ્યક્તિ ધોરણ 10 ની પરીક્ષામાં 10 વખત failed થયા બાદ 11 માં પ્રયાસમાં Pass થાય છે. ત્યારથી તેના પરિવાર સહિત સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છે. પરલી તાલુકાના ડાબી ગામના રહેવાસી નામદેવ મુંડેનો પુત્ર ક્રિષ્ના વર્ષ 2014-15 થી ધોરણ 10 માં હતો. ત્યારથી તે પરીક્ષામાં failed થતો હતો. કૃષ્ણાના પિતા નામદેવ મુંડે એક સામાન્ય પરિવારમાંથી આવે છે.
આ પણ વાંચો: UP Chitrakoot: પ્રેગ્નેન્સી દરમિયાન વાળ ખાવાની લત લાગી મહિલાને, ડોક્ટરોએ પેટમાંથી અઢી કિલોનો ગુચ્છો કાઢ્યો!
પુત્રના પ્રયત્નોને એક દાયકા પછી ફળ મળ્યું છે
10th pass in 11th attempt#maharastra pic.twitter.com/xjnqxq4DDG
— Jai Hind 🙏🇮🇳 (@Jaihind1547) May 28, 2024
તેમણે કહ્યું કે ગમે તે થાય, તેમના પુત્રને ધોરણ 10 Pass કરવું પડશે. તેથી જ તેમણે તેના પુત્રને કહ્યું કે તે failed થાય તો પણ વાંધો નથી, તું Pass ન થાય ત્યાં સુધી પરીક્ષા આપતો રહેજે. પિતાની દ્રઢતા અને પુત્રના પ્રયત્નોને એક દાયકા પછી ફળ મળ્યું છે. સોમવારે 27 મેના રોજ જાહેર કરાયેલ ધોરણ 10 ની પરીક્ષાના પરિણામમાં આખરે ક્રિષ્નાના નામ સામે Pass લખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: IMD Report: દેશમાં ગરમીનો રેકોર્ડ બ્રેક થયો, દિલ્હી બાદ રાજસ્થાનમાં નોંધાયું 52 ડિગ્રી તાપમાન
પપ્પુની સફળતાથી આખું ગામ એટલું ખુશ છે
તેના પિતા આ સફળતાથી સૌથી વધુ ખુશ હતા અને તેમના આંસુ રોકી શક્યા ન હતા. એટલું જ નહીં તેમના 'પપ્પુ'ની સફળતાથી આખું ગામ એટલું ખુશ છે કે બધા તેને અભિનંદન પાઠવી રહ્યા છે. Maharashtra રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે 27 મેના રોજ ધોરણ 10 જાહેર કર્યું હતું. જેમાં 95.81 ટકા વિદ્યાર્થીઓ Pass થયા હતા. ફરી એકવાર છોકરીઓએ છોકરાઓને પાછળ રાખી દીધા અને 97.21 ટકા Pass થયા, જ્યારે 94.56 ટકા છોકરાઓએ પરીક્ષા Pass કરી.
આ પણ વાંચો: Ritika Sajdeh Trolling: All Eyes On Rafah ની તસવીરને લઈ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની પત્ની થઈ રહી ટ્રોલ