એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાત્રીએ એર હોસ્ટેસ સાથે કર્યું અશ્લીલ વર્તન
- ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે દુવ્યવહારની ઘટના
- વારાણસી જતી ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહાર
- ખરાબ રીતે સ્પર્શ કર્યો હોવાની થઇ ફરિયાદ
Molested Air Hostess on an Air India Flight : વારાણસી જતી ફ્લાઈટમાં એર હોસ્ટેસ (Air Hostess) સાથે દુર્વ્યવહારની ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, મોહમ્મદ અદનાન (Mohammad Adnan) નામના પેસેન્જરે, જે હૈદરાબાદનો રહેવાસી છે, ફ્લાઈટમાં એક એર હોસ્ટેસ (Air Hostess) ને ખરાબ રીતે સ્પર્શ કર્યું હતું.
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી
આ ઘટના બાદ, એર હોસ્ટેસે તરત જ ફરિયાદ નોંધાવી, જેના પરિણામે અદનાનને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ફ્લાઈટ (Flight) ના અન્ય મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો અને ફ્લાઈટ લગભગ એક કલાક મોડી પહોંચી હતી. મોહમ્મદ અદનાન વિરુદ્ધ ઘણા પ્રકારની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર IX 1171માં બની હતી, જે વારાણસીથી હૈદરાબાદ જઈ રહી હતી. આઝમગઢમાં તેના સંબંધીને મળ્યા પછી, અદનાન હૈદરાબાદ પરત જઈ રહ્યો હતો.
- એર ઇન્ડિયા ફ્લાઇટમાં મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર
- વારાણસી ફ્લાઇટમાં મુસાફરે એર હોસ્ટેસને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો
- એર ઇન્ડિયા ફ્લાઇટમાં અશ્લીલ વર્તન, આરોપી ઝડપાયો
- હૈદરાબાદના યુવકે ફ્લાઇટમાં મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યું#AirIndia #Flight #MolestedAirHostess…— Gujarat First (@GujaratFirst) August 31, 2024
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ આરોપી અદનાન હૈદરાબાદ જવા માટે વાતપુર એરપોર્ટ પહોંચ્યો હતો. તેણે એરલાઈન્સના કાઉન્ટર પરથી બોર્ડિંગ પાસ લીધો અને પ્લેનમાં ચડ્યો હતો. આરોપ છે કે આ દરમિયાન પ્લેન પેસેન્જરે મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. અદનાને તેણીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. મહિલાએ તરત જ એરલાઈન્સના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. એર ઈન્ડિયાના સુરક્ષા પ્રભારી શ્રીકાંત તિવારી ક્યુઆરટી કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્લેનમાં બેઠેલા મુસાફરને નીચે ઉતારીને ફુલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન મુસાફરે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે પ્લેન મોડી ઉપડી હતો. ફુલપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રવીણ કુમાર સિંહે જણાવ્યું કે, આરોપી આઝમગઢમાં તેના પરિચિત પાસે ગયો હતો, જ્યાંથી તે શુક્રવારે હૈદરાબાદ જઈ રહ્યો હતો. આ મામલે એરલાઈન્સ દ્વારા ફરિયાદ મળી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Kedarnath માં Mi-17 સાથે લટકાવાયેલું હેલિકોપ્ટર અચાનક...