Rahul Gandhi ને SC એ આપી મોટી રાહત, માનહાનિ કેસના મામલે રોક લગાવી
- રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી
- માનહાનિ કેસમાં નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે
- સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના મામલે રોક લગાવી
- રાહુલ ગાંધી વિરુદ્ધના કેસમાં નવો વળાંક
- અમિત શાહ વિરુદ્ધની ટિપ્પણી મામલે રાહત
- રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું
- માનહાનિ કેસ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આજે સોમવારે મહત્વની રાહત આપતા તેમની સામે ચાલી રહેલા માનહાનિ કેસમાં નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે. આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. કોર્ટે ઝારખંડ સરકાર અને આ કેસ દાખલ કરનાર ભાજપના સ્થાનિક નેતાને નોટિસ ફટકારી તેમનો જવાબ માગ્યો છે.
માનહાનિ કેસ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
આ મામલો 2019ની લોકસભા ચૂંટણીનો છે. ચાઈબાસામાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કથિત રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે ‘હત્યારા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણીને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકર નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટમાં અરજી કરીને તેમની વિરુદ્ધની કાર્યવાહી રદ કરવાની માંગ કરી હતી. જો કે, ઝારખંડ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
Supreme Court stays proceedings before the trial court against Lok Sabha LoP and Congress leader Rahul Gandhi in a defamation case filed against him over alleged derogatory remarks against BJP leader and Union Minister Amit Shah during the 2019 Lok Sabha campaign. pic.twitter.com/q3m1JsBcdw
— ANI (@ANI) January 20, 2025
રાહુલ ગાંધીની અરજી પર ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે સુનાવણી કરી. આ અંગે ઝારખંડ સરકાર અને ભાજપ નેતા નવીન ઝાને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ, માનહાનિ કેસમાં નીચલી કોર્ટમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી પર રોક લગાવી છે.
આ પણ વાંચો : AAPએ 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, દિલ્હી અને પંજાબના મંત્રીઓના નામ સામેલ