'બ્રિજ ભૂષણને હટાવી કોણ બનવા માંગતું હતું WFI ના અધ્યક્ષ' કુસ્તીબાજોના પ્રદર્શન પર સાક્ષી મલિકનો ખુલાસો
- સાક્ષી મલિકનો ધડાકો: બબીતા ફોગટ પર ખુલાસો!
- બબીતા ફોગટે કુસ્તીબાજોને ઉશ્કેર્યા? સાક્ષી મલિકનો ખુલાસો
- કુસ્તીબાજોના આંદોલન પાછળ બબીતાનો અલગ એજન્ડા?
- સાક્ષી મલિક: બબીતા ફોગટ WFI ની કમાન ઇચ્છતી હતી!
Sakshi Malikm : દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના વિરોધનો મુદ્દો આજે સૌ કોઇ જાણે છે. અનેક કુસ્તીબાજોએ ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, જેમણે તેમની પર જાતીય શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. આ કુસ્તીબાજોની મુખ્ય માંગ હતી કે બ્રિજભૂષણને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ પદેથી હટાવવામાં આવે. આ આંદોલનના અગ્રણી ચહેરાઓમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પુનિયાનો સમાવેશ થાય છે. હવે, ઓલિમ્પિયન સાક્ષી મલિકે આ આંદોલન અને હડતાળ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જે સમગ્ર ચર્ચામાં એક નવી દિશા આપી શકે છે.
સાક્ષીએ કોનું નામ લીધું?
એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, કુસ્તીબાજોને ઉશ્કેરવા પાછળ વિનેશની બહેન અને ભાજપ નેતા બબીતા ફોગટનો હાથ હતો. બબીતા ફોગાટે ઘણા કુસ્તીબાજોની મીટિંગ બોલાવી અને WFIમાં કથિત ચેડાનો મુદ્દો ઉઠાવવાની અપીલ કરી. તેણે કુસ્તીબાજોને કહ્યું કે તેઓ આ મુદ્દે વિરોધ કરે. કુસ્તીબાજોના આ પ્રદર્શનને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. આ અંગે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે આ સંપૂર્ણપણે ખોટું છે. ભાજપના બે નેતાઓ બબીતા ફોગટ અને તીરથ રાણાએ અમારી મદદ કરી. તેમણે અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી. બબીતાએ સૌપ્રથમ અમારો સંપર્ક કર્યો અને બ્રિજ ભૂષણ સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી.
બબીતાનો હેતુ શું હતો?
હવે સવાલ એ છે કે બબીતાએ આવું કેમ કર્યું? શા માટે તેણે કુસ્તીબાજોને પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ ઉશ્કેર્યા? આ અંગે મૌન તોડતા સાક્ષી મલિકે કહ્યું કે, બબીતાનો અલગ એજન્ડા હતો. તે બ્રિજ ભૂષણને WFI ના પ્રમુખ પદેથી હટાવીને WFI ની કમાન પોતે લેવા માંગતી હતી. સાક્ષી મલિકે વધુમાં કહ્યું કે, WFIમાં જાતીય સતામણી અને છેડતી જેવી બાબતો સામાન્ય છે. બબીતાને મળ્યા પછી અમને લાગ્યું કે તે અમારા સંઘર્ષને સમજશે. જો બબીતા WFIની પ્રમુખ બને છે, તો તે એક સારો બદલાવ હશે કારણ કે તે પોતે એક કુસ્તીબાજ રહી ચૂકી છે. પરંતુ તે વિરોધમાં અમારી સાથે બેસી ન હતી. તેણે અમારી સાથે આટલી મોટી રમત રમી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગટની સફળતા
સાક્ષીએ વધુમાં કહ્યું, અમને લાગ્યું કે તે પણ આ વિરોધમાં અમારી સાથે બેસીને પોતાનો અવાજ ઉઠાવશે. સાક્ષી મલિકે બ્રિજ ભૂષણ વિશે એમ પણ કહ્યું કે બ્રિજ ભૂષણ કહેતા હતા કે જે લોકો તેમની વિરુદ્ધ વિરોધ કરી રહ્યા હતા તેઓ ખતમ થઈ ગયા. પરંતુ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગટની સફળતા દર્શાવે છે કે બ્રિજ ભૂષણના દાવા ખોટા હતા. આ સિવાય વિનેશ ઓલિમ્પિકમાં ગઈ હતી અને મજબૂત હરીફ સામે પણ હારી ન હોતી. જો વિરોધનો અંત આવ્યો હોત તો વિનેશ ફોગટને ઓલિમ્પિકમાં ભાગ લેવા કોણે મંજૂરી આપી હોત?
આ પણ વાંચો: સાક્ષી મલિકની વિનેશ ફોગાટને સલાહ - મને પણ ઓફર આવે છે, પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ