Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાક્ષી મલિકની વિનેશ ફોગાટને સલાહ - મને પણ ઓફર આવે છે, પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ

સાક્ષી મલિકની વિનેશને સલાહ આપણે બલિદાન આપવું જોઈએ : સાક્ષી મલિક મને પણ ઓફર આવી છે : સાક્ષી મલિક  Sakshi Malik : પેરિસ ઓલિમ્પકમાં રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) સાથે જે થયું ત્યારથી સમગ્ર દેશ તેના માટે ચિંતિત છે....
સાક્ષી મલિકની વિનેશ ફોગાટને સલાહ   મને પણ ઓફર આવે છે  પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ
  • સાક્ષી મલિકની વિનેશને સલાહ
  • આપણે બલિદાન આપવું જોઈએ : સાક્ષી મલિક
  • મને પણ ઓફર આવી છે : સાક્ષી મલિક 

Sakshi Malik : પેરિસ ઓલિમ્પકમાં રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) સાથે જે થયું ત્યારથી સમગ્ર દેશ તેના માટે ચિંતિત છે. પણ તેના ભારત આવ્યા બાદ અને તેમા પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથેની તેમની મુલાકાત બાદથી એવી અટકળો થઇ રહી હતી કે, તે કોઇપણ સમયે કોંગ્રેસ પાર્ટી (Congress Party) સાથે જોડાઇ શકે છે. પણ હવે તેમા એક નવો વળાંક આવે તેવા સમાચાર છે. રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની પોલિટિકલ એન્ટ્રી (Political Entry) પર રેસલર સાક્ષી મલિકે (Sakshi Malik) મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

સાક્ષી મલિકે આપી વિનેશ-બજરંગને સલાહ

શુક્રવારે તેણે એક સલાહ આપી અને કહ્યું હતું કે, મને પણ ઓફર આવે છે, પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સાક્ષીએ કહ્યું, 'કદાચ આજે તેઓ (કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ) પાર્ટીમાં જોડાશે, તેથી જ તેઓ રાજીનામું આપવા આવી રહ્યા છે. તેઓ પાર્ટીમાં જોડાવા માંગે છે કે કેમ તે તેમનો અંગત નિર્ણય છે. પરંતુ, હું માનું છું કે આપણે ક્યાંરેક બલિદાન આપવું જોઈએ. અમારા આંદોલનને ખોટો આકાર ન આપવામાં આવે. સાક્ષી મલિકે વધુમાં કહ્યું કે, મહિલાઓ માટે મારું આંદોલન આજે પણ ચાલુ છે. મેં હંમેશા કુસ્તી વિશે વિચાર્યું છે, મેં કુસ્તીના હિતમાં કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશ. તેણીએ કહ્યું, 'મને પણ મોટી ઑફર્સ મળી છે પરંતુ હું જે પણ સાથે સંકળાયેલી છું, તેમની સાથે મારે અંત સુધી કામ કરવાનું છે. જ્યાં સુધી ફેડરેશન યોગ્ય નહીં થઇ જાય અને બહેન-દીકરીઓનું શોષણ બંધ ન થાય ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે.

Advertisement

કયા રાજકીય પક્ષો તરફથી ઓફર મળી?

સાક્ષી મલિકને પૂછવામાં આવ્યું કે તમને ક્યા રાજકીય પક્ષો તરફથી ઓફર મળી છે? આના જવાબમાં તેણે કહ્યું, 'જ્યારે મારે ત્યાં જવું જ નથી તો પછી મારે તેની વાત શા માટે કરવી જોઈએ? આ મારો ઈરાદો નથી. મેં વિરોધ શરૂ કર્યો ત્યારે પણ મેં કોઈ મોટા રાજકીય પક્ષમાં જોડાવાનું વિચાર્યું ન હતું. અમારા પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, અમે કોઈ રાજકીય હેતુ માટે બેઠા છીએ, પરંતુ એવું નહોતું. અમે શરૂ કરેલી લડાઈ આજે પણ ચાલુ છે. અમે ભવિષ્યમાં પણ બહેન-દીકરીઓના શોષણ સામે અવાજ ઉઠાવતા રહીશું.

શું સાક્ષી વિનેશ અને બજરંગ માટે પ્રચાર કરશે?

શું સાક્ષી મલિક વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના પ્રચારમાં જશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું સંપૂર્ણપણે બિનરાજકીય છું. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી કે હું કોઈ પક્ષ સામે લડી રહીં નથી. તેણે કહ્યું, 'મારી લડાઈ માત્ર એક જ વ્યક્તિ સામે હતી જે છે બ્રિજ ભૂષણ શરણ સિંહ. તેણે તેની બહેનો અને પુત્રીઓનું શોષણ કર્યું હતું. આ રીતે સ્પષ્ટ થાય છે કે મારી લડાઈ કોઈ રાજકીય પક્ષ સામે નથી. મને કોઈ રાજકીય પક્ષ પ્રત્યે કોઈ લગાવ કે નફરત નથી.

Advertisement

વિનેશ-બજરંગ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા

ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓને 10 રાજાજી માર્ગ પર મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પુનિયા અને ફોગાટ પાર્ટીમાં હાજરી આપશે. તેમાંથી કોઈ એક ચૂંટણી લડશે કે બંને ચૂંટણી લડશે તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. ફોગાટે અંગત કારણોસર શુક્રવારે ભારતીય રેલ્વેમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે તેના ઓફિશિયલ X હેન્ડલ પર ફોગાટ અને પુનિયા સાથે રાહુલ ગાંધીની તસવીર શેર કરી છે. પુનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા છે, જ્યારે ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ બની છે. જો કે, 50 કિગ્રા વજનની શ્રેણીમાં લગભગ 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

આ પણ વાંચો:  Vinesh Phogat એ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપ્યું, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો?

Tags :
Advertisement

.