Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJASTHAN : REEL ની ઘેલછામાં 7 બાળકોએ પાણીમાં ડૂબતાં ગુમાવ્યો જીવ, જાણો શું છે ઘટના

રીલ બનાવવાના ચક્કરમાં 7 બાળકોએ ગુમાવ્યો જીવ બાણગંગા નદીનું પાણી જોવા ગયા હતા બાળકો અચાનક પાણીનો પ્રવાહ વધતા માટીની દીવાલ પડી ગઈ RAJASTHAN : ભારતભરમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો...
rajasthan   reel ની ઘેલછામાં 7 બાળકોએ પાણીમાં ડૂબતાં ગુમાવ્યો જીવ  જાણો શું છે ઘટના
  • રીલ બનાવવાના ચક્કરમાં 7 બાળકોએ ગુમાવ્યો જીવ
  • બાણગંગા નદીનું પાણી જોવા ગયા હતા બાળકો
  • અચાનક પાણીનો પ્રવાહ વધતા માટીની દીવાલ પડી ગઈ

RAJASTHAN : ભારતભરમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વરસાદે ભારે તબાહી મચાવી છે. હવે રાજસ્થાનમાં (RAJASTHAN) ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો પ્રવાહ વધતા 7 બાળકોએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનના (RAJASTHAN) ભરતપુર જિલ્લામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મળી માહિતીના આધરે ભારે વરસાદના કારણે નદીના કિનારે આવેલા તળાવનું માટીનું આવરણ તૂટી ગયું હતું જેના કારણે કાંઠે ઉભેલા 8 બાળકો તેમાં ફસાઈ ગયા હતા અને ત્યાર બાદ તેમાંથી 7 બાળકો મૃત્યુ પામ્યા હતા. સમગ્ર ઘટનામાં રેસ્ક્યુ ટીમે એક બાળકને બચાવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

7 બાળકોએ ગુમાવ્યો જીવ

સમગ્ર ઘટના એમ છે કે, બાણગંગા નદી ભરતપુરના બયાના સબડિવિઝનના ફરસો ગામમાં આવેલી છે, જ્યાં કેટલાક બાળકો પહેલાથી જ ઉભા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે નદીના કિનારે આવેલા તળાવનું કાચું માટીનું આવરણ તૂટી ગયું હતું. જેના કારણે તળાવમાં નદીના પાણીનો પ્રવાહ વધી ગયો. પાણીના આ પ્રવાહમાં ત્યાં ઉભેલા 8 બાળકો ફસાયા હતા. ઘટનાની જાણ ગ્રામવાસીઓને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને તેમણે પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર ગ્રામજનોએ મદદ માટે પોલીસ પ્રશાસનને જાણ કરી હતી.

Advertisement

બાળકો ઘટના સ્થળે રીલ બનાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની

ઘટનાની જાણ થતાંની સાથે જ બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં 7 બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. રેસ્ક્યુ ટીમે એક બાળકને બચાવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મળતી માહિતીના અનુસાર, આ બાળકો ઘટના સ્થળે રીલ બનાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બાબત એમ છે કે, બાણગંગા નદીમાં લાંબા સમય બાદ પહેલી વાર પાણી આવ્યું છે, તે જોવા માટે ગયા હતા. બાળકો આ નદીમાં નાહવા માટે અને રીલ બનાવવા માટે ગયા હતા. પાણીના ભયના કારણે ગ્રામજનોએ તેમને તે સ્થળ ઉપર જવાની ના પાડી હતા, છત્તા બાળકો ત્યાં ગયા અને આ ઘટના બની હતી.

આ પણ વાંચો : BIHAR : 'બિહારની બ્રિજ મિસ્ટ્રી' અજ્ઞાત વ્યક્તિ બનાવી ગયો 693 પુલ!

Advertisement

Tags :
Advertisement

.