Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan : PM મોદી 3 દિવસીય રાજસ્થાનના પ્રવાસે, અમિત શાહ-અજીત ડોભાલ પણ જશે, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસીય રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ જયપુરના (Jaipur) રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાનાર DG-IG કોન્ફરન્સમાં (DG-IG conference) શામેલ થશે. રાજસ્થાનમાં આજથી વીવીઆઈપી મૂવમેન્ટના કારણે કેટલાક માર્ગ પર...
rajasthan   pm મોદી 3 દિવસીય રાજસ્થાનના પ્રવાસે  અમિત શાહ અજીત ડોભાલ પણ જશે  જાણો વિગત
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસીય રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ જયપુરના (Jaipur) રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાનાર DG-IG કોન્ફરન્સમાં (DG-IG conference) શામેલ થશે. રાજસ્થાનમાં આજથી વીવીઆઈપી મૂવમેન્ટના કારણે કેટલાક માર્ગ પર ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવશે. માહિતી અનુસાર, પીએમ મોદી સાંજે 5.30 વાગ્યા સુધી રાજસ્થાન પહોંચી શકે છે.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, પીએમ મોદી (PM Modi) આજે એટલે કે 5 જાન્યુઆરીથી ત્રણ દિવસીય રાજસ્થાનના પ્રવાસે રહેશે. અહીં તેઓ બીજેપી (BJP) મુખ્યાલયમાં પાર્ટીના અધિકારીઓની સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે. આ અંગે રાજસ્થાન ભાજપના (Rajasthan BJP) અધ્યક્ષ સી.પી. જોશીએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદી રાજસ્થાનની વીરધરા પર આવી રહ્યા છે. અમે ભાગ્યશાળી છીએ કે પીએમ મોદી અહીં 3 દિવસ રોકાશે.

Advertisement

PM મોદી સાથે અમિત શાહ, અજીત ડોભાલ પણ રહેશે હાજર

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં પહેલીવાર DG-IGની મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સ થવા જઈ રહી છે. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકે છે. માહિતી મુજબ, આ કોન્ફરન્સ 5થી 7 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં 28 રાજ્યોના પોલીસ ડીજી-આઈજી ભાગ લેશે. આ કોન્ફરન્સ જયપુરના ઝાલાના સ્થિત રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર (RIC) ખાતે યોજાશે. જ્યારે પીએમ મોદી રાજભવનમાં રોકાશે.

PMના પ્રવાસ પહેલા જયુપર દુલ્હનની જેમ શણગારાયું

જણાવી દઈએ કે, DG-IG કોન્ફરન્સને લઈને જયપુરમાં (Jaipur) સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. એક તરફ SPGએ RIC અને રાજભવનને પોતાના દેખરેખમાં લીધા છે. ત્યારે બીજી તરફ પીએમ મોદીના 3 દિવસીય પ્રવાસને ધ્યાને રાખી જયપુર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. તમામ સરકારી ઈમારતો પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. ખાસ કરીને સરકારી કચેરીના બિલ્ડિંગ પર ડેકોરેશનની કામગીરી સતત ચાલી રહી છે. ઉપરાંત, શહેરના વિવિધ માર્ગો પર રંગબેરંગી લાઈટો પણ લગાવવામાં આવી છે, જેના કારણે જયપુર શહેર વધુ સુંદર લાગે છે. આ સાથે શહેરની સ્વચ્છતા વ્યવસ્થા પર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Javed Ahmad Mattoo: દિલ્લી પોલીસે A++ કેડેગરીના આતંકવાદીની કરી ધરપકડ

Tags :
Advertisement

Trending News

.

×