વરસાદનું પાણી કારને તાણી ગયું, 9 લોકોએ ગુમાવ્યા જીવ; જુઓ VIDEO
વરસાદે દેશના અલગ અલગ રાજ્યોમાં તબાહી મચાવી છે. ઉત્તરખંડ, હરિયાણા, PUNJAB અને રાજસ્થાનમાં વરસાદના કહેરથી લોકોને ખૂબ જ સમસ્યા થઈ છે. લોકોનું સામાન્ય જન જીવન ખોરવાયું છે. તેવામાં હવે પંજાબમાંથી (PUNJAB) એક મોટી ખબર સામે આવી છે. મળતી માહિતીના અનુસાર, એક ઈનોવા કારમાં 12 લોકો મુસાફરી કરી રહ્યા હતા તે પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી પણ બે લોકો લાપતા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહેલો છે.
ઈનોવા કારમાં 9 લોકોએ ગુમાવ્યો જીવ
પંજાબ (PUNJAB) - હિમાચલ બોર્ડર પર હોશિયારપુરના જેજે દોઆબાની આ ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે જેજો ખાડના જળસ્તર વધી ગયા છે. વધુમાં કોતરના પાણી રસ્તા પર આવી ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે ત્યાં એક ઈનોવા કાર આવે છે, શરૂઆતમાં તે પોતાની કાર ઊભી રાખે છે. પરંતું ત્યાર બાદ તે પ્રચંડ પ્રવાહ વચ્ચે પણ કારને બીજી તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે, તેવામાં જ કાર પાણીના પ્રવાહમાં ફંગોળાઈ જાય છે અને પાણીના વહેણમાં વહી જાય છે. આ દરમિયાન કારમાં બેઠેલા લોકોએ ચીસો પાડતાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ગ્રામજનોએ ગાડીમાં ફસાયેલ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારનો દરવાજો ન ખોલવાને કારણે લોકો બહાર ન નીકળી શક્યા અને કારની સાથે પાણીમાં ડૂબી ગયા હતા. જો કે એક બાળકનો બચાવ ઘટનામાં કરવામાં આવ્યો હતો.
મુસાફરો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા
ઈનોવા પાણીમાં વહી ગયા બાદ બચાવ કાર્યની ટીમે 9 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ દ્વારા ત્યારબાદ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતીના અનુસાર, આ લોકો પોતાની ઈનોવા કારમાં હિમાચલ પ્રદેશના ઉના સ્થિત દહેલન ગામથી પંજાબના માહિલપુર લગ્ન સમારોહ માટે જઈ રહ્યા હતા. આ અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ દહેગણ ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
આ પણ વાંચો : 'આ મોટા કૌભાંડની તપાસ કરાવવી જરૂરી' HINDENBURG રિપોર્ટ અંગે મલ્લિકાર્જુન ખડગે આવ્યા મેદાને