Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi Interacts: ગુજરાતના રાજકોટમાં 25 જૂનના રોજ કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન કર્યું જાહેર

Rahul Gandhi Interacts: આજરોજ Congress ના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફેન્સના માધ્યમથી રાજરોટના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં પોતાના હીતભાગીઓને ગુમાવના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો. કુલ 27 લોકો આગમાં સળગીને ખાક થઈ ગયા Rajkot માં...
rahul gandhi interacts  ગુજરાતના રાજકોટમાં 25 જૂનના રોજ કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન કર્યું જાહેર

Rahul Gandhi Interacts: આજરોજ Congress ના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફેન્સના માધ્યમથી રાજરોટના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં પોતાના હીતભાગીઓને ગુમાવના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો.

Advertisement

  • કુલ 27 લોકો આગમાં સળગીને ખાક થઈ ગયા

  • Rajkot માં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

  • પાંચ માલિકો અને છ સરકારી અધિકારીઓની ધરપકડ

જોકે આ ઘટના ગત મહિનાની 25 મેના રોજ થઈ હતી. આ ઘટનામાં કુલ 27 લોકો આગમાં સળગીને ખાક થઈ ગયા હતાં. તો આ સંવાદમાં મુખ્ય રીતે ગુજરાત Congress ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત પીડિત પરિવારો સાથે ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને Congress પાર્ટીના નેતા લાલજી દેસાઈ પણ હાજર રહ્યા હતાં.

Rajkotમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Advertisement

તો Rajkot માં બનેલી આ ઘટનાને લઈ 25 જૂનના રોજ ગુજરાત Congress પાર્ટીના આહ્વાન હેઠળ સંપૂર્ણ Rajkot માં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેની અંદર ભા.જ.પ સરકાર પાસે પીડિત પરિવારોને આર્થિક રીતે વધુ સહાય કરવાની માગ કરવામાં આવશે. તે ઉપરાંત Rajkotમાં થયેલી અગ્નિકાંડના પીડિત પરિવારોને માટે Congress ના સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકારની કડક નિંદા કરતા પોલીસ કાર્યાલાયની સામે વિરોધ પ્રદર્શન જાહેર કર્યું હતું.

પાંચ માલિકો અને છ સરકારી અધિકારીઓની ધરપકડ

Rajkot મહાનગરપાલિકાના ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર ગેમ ઝોન કાર્યરત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના બાદ રાજ્ય સરકારે આગનું કારણ, ખામીઓ અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા પગલાં સૂચવવા માટે સુભાષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. અત્યાર સુધીમાં, પોલીસે ગેમ ઝોનના પાંચ માલિકો અને છ સરકારી અધિકારીઓની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Bangladesh-India: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં આ કરાક પર હસ્તાક્ષર કર્યા

Tags :
Advertisement

.