PM Modi visit Gujarat : એકવાર ફરી PM મોદી તેમના ગૃહ રાજ્યની મુલાકાતે આવશે
PM Modi visit Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એકવાર ફરી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ તેમના આ પ્રવાસ દરમિયાન સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીના આશ્રમ (Mahatma Gandhi's ashram) રૂપિયા 1200 કરોડના ખર્ચ સ્મારક નિર્માણ અને આશ્રમ સંકુલના નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરશે તેની સાથે જ પુનઃ વિકસિત કોચરબ આશ્રમ (Kocharab ashram) નું લોકાર્પણ કરશે. જણાવી દઇએ કે, ગાંધી આશ્રમએ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી.
PM મોદી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો કરાવશે શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં સવારે 9:30 કલાકે 'આશ્રમભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરાવશે. રવિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, 1,200 કરોડના બજેટ સાથે ફાળવવામાં આવેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે મહાત્મા ગાંધીના ઉપદેશો અને ફિલસૂફીને પુનર્જીવિત કરવાનો છે. મળી રહેલી માહિતી અનુસાર, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા, મુલાકાતીઓને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવા અને ગાંધીજીને સમર્પિત વિશ્વ-સ્તરીય સ્મારકની સ્થાપના કરવાનો છે.
5 એકર વિસ્તારને વધારીને 55 એકર કરવામાં આવશે
મળી રહેલી માહિતી અનુસાર, આ 'માસ્ટર પ્લાન' હેઠળ આશ્રમના વર્તમાન 5 એકર વિસ્તારને 55 એકર સુધી વિસ્તૃત કરવામાં આવશે અને 36 હાલની ઇમારતોનું નવીનીકરણ કરવામાં આવશે. આ ઇમારતોમાં મહાત્મા ગાંધીના જીવનના પાસાઓ તેમજ આશ્રમના વારસાને દર્શાવતી ક્રિયાપ્રતિક્રિયાત્મક પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ રાખવામાં આવશે. મળી રહેલી માહિતી અનુસાર, “આશ્રમ ભૂમિ વંદના” કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
PM મોદી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન મોદી આવતી કાલે એટલે કે 12 માર્ચના રોજ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે, જેમાં પશ્ચિમ રેલવેની અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. નવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન મંગળવાર (12 માર્ચ) થી તેનું સંચાલન શરૂ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેને લીલી ઝંડી બતાવશે. નવી શરૂ કરાયેલી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને વડોદરા, સુરત, વાપી અને બોરીવલી ખાતે 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચતા પહેલા થોભશે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ પાટા પર દોડશે.
આ પણ વાંચો - ગુજરાતીઓના લોહીમાં છે વ્યાપાર, જાણો PM મોદીએ આવું કેમ કહ્યું
આ પણ વાંચો - Agni-5 missile નું પરીક્ષણ સફળ, PM મોદીએ જાહેરાત કરી વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો - PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સૌથી મોટી ઘોષણા, સાડા પાંચ વાગે છે સંબોધન