Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi: આજે ઋષિકેશમાં PM મોદીની મહારેલી! જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, જાણો વિગત

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશનાં અલગ-અલગ રાજ્યોમાં જનસંપર્ક સહિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
pm modi  આજે ઋષિકેશમાં pm મોદીની મહારેલી  જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા  જાણો વિગત

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશનાં અલગ-અલગ રાજ્યોમાં જનસંપર્ક સહિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ઉત્તરાખંડની (Uttarakhand) મુલાકાતે છે. મીડિયા અહેવાલ અનુસાર, આજે પીએમ મોદી ઉત્તરાખંડના ઋષિકેશના (Rishikesh) મેદાનમાં મહારેલીને સંબોધિત કરશે. PM મોદીની બીજી રેલી માટે ઋષિકેશને તેના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યું છે કારણ કે તે ટિહરી (Tihri), ગઢવાલ, પૌરી અને હરિદ્વારની તમામ બેઠકોને અસર કરે છે.

Advertisement

ઋષિકેશમાં જાહેરસભાને સંબોધશે PM મોદી

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીને લઈ ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી જાહેર સભા છે. આ પહેલા પીએમ મોદીએ 2 એપ્રિલના રોજ રાજ્યનાં કુમાઉ ડિવિઝન હેઠળનાં રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યારે હવે, તેઓ ગઢવાલ વિભાગની ત્રણેય સંસદીય બેઠકો ગઢવાલ, હરિદ્વાર (Haridwar) અને ટિહરી-ગઢવાલની (Garhwal) મધ્યમાં સ્થિત ઋષિકેશમાં એક જાહેર સભાને સંબોધશે.

Advertisement

વડાપ્રધાન સવારે 11 વાગે સભા સ્થળે પહોંચશે

મીડિયા અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) સવારે લગભગ 9.30 વાગ્યે દિલ્હીથી (Delhi) વિશેષ વિમાન દ્વારા દહેરાદૂન એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ પીએમ મોદી MI 17 હેલિકોપ્ટરમાં IDPL ઋષિકેશ જવા રવાના થશે. ઋષિકેશના (Rishikesh) મેદાનમાં તેમની જાહેર સભા દ્વારા તેઓ ગઢવાલ અને ટિહરી ગઢવાલ સંસદીય બેઠકોના અંતરિયાળ વિસ્તારોનાં અને હરિદ્વારના (Haridwar) મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચાડશે. આ જ કારણ છે કે ભાજપે (BJP) વડાપ્રધાનની સભા માટે ઋષિકેશને પસંદ કર્યું છે. વડાપ્રધાન સવારે અંદાજે 11 વાગે જન સભા સ્થળે પહોંચશે. માહિતી મુજબ, મેદાનમાં લગભગ 50 હજાર લોકોની બેઠક ક્ષમતા છે. પીએમની બેઠકને લઈ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, 8 પોલીસ અધિક્ષક, 13 અધિક પોલીસ અધિક્ષક, 16 એરિયા ઓફિસર, 16 ઈન્સ્પેક્ટર, 83 સબ ઈન્સ્પેક્ટર સહિત લગભગ એક હજાર જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો - ભાજપના વધુ 9 ઉમેદવારોના નામ જાહેર, ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઈ

Advertisement

આ પણ વાંચો - Rajasthan Elections – ”मैं हूं मोदी का परिवार’ પત્રિકા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરશે

આ પણ વાંચો - BJP New Song : ‘એટલે જ દરેક મોદીને પસંદ કરે છે’, ભાજપે 12 ભાષાઓમાં નવું ગીત રજૂ કર્યું…

Tags :
Advertisement

.