ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi : ભારતની પ્રથમ અંડરવૉટર મેટ્રો ટનલ તૈયાર, આગામી 6 માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન

PM Modi : PM મોદી આગામી 6 તારીખે ફરી એકવાર પ.બંગાળની મુલાકાતે જઈ શકે છે. અહીં તેઓ પ.બંગાળની રાજધાની કોલકાતામાં કરોડોના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ દરમિયાન તેમના હસ્તે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું પણ ઉદઘાટન કરાશે....
02:26 PM Mar 04, 2024 IST | Hiren Dave
India First Underwater Metro Tunnel

PM Modi : PM મોદી આગામી 6 તારીખે ફરી એકવાર પ.બંગાળની મુલાકાતે જઈ શકે છે. અહીં તેઓ પ.બંગાળની રાજધાની કોલકાતામાં કરોડોના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ દરમિયાન તેમના હસ્તે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું પણ ઉદઘાટન કરાશે.

 

નદીના સ્તરથી 32 મીટર નીચે દોડશે મેટ્રો

રેલવે દ્વારા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મેટ્રો હાવડા મેદાનથી એસ્પ્લેનેડ વચ્ચે દોડાવાશે. તેની સાથે વડાપ્રધાન મોદીના હસ્તે કોલકાતા મેટ્રોના હાવડા કવિ સુભાષ સ્ટેશન-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ઓપરેટ થશે. જેની મદદથી લોકોનો અવર-જવરનો સમય બચી જશે. હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે.

આ મેટ્રો સ્ટેશનની શું છે વિશેષતા?

કોલકાતા મેટ્રોની હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો ટનલ એ ભારતની કોઈપણ નદી નીતે તૈયાર કરાયેલી પ્રથમ ટનલ છે. હાવડા મેટ્રો સ્ટેશન એ ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન પણ ગણાય છે. માજેરહાટ મેટ્રો સ્ટેશન એ એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ છે. આ એકમાત્ર મેટ્રો સ્ટેશન હશે જે સીધા રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે, કોલકાતા મેટ્રો પર કામ 1970ના દાયકામાં શરૂ થયું હતું, પરંતુ મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ થઈ છે તે પાછલા 40 વર્ષની સરખામણીમાં ઘણી વધારે છે.

આ પણ  વાંચો  - Chandigarh ના સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં AAP ની હાર, BJP ની જીત…

 

Tags :
amarkolkatametrobeautifulEasternRailwayGujarat FirstHowrahIndia-First-Underwater-Metro-TunnelKolkataMetroNarendra ModiNationalpm modi
Next Article