Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand : હાવડા-મુંબઈ મેલને અકસ્માત, 60 ઘાયલ

Jharkhand : ઝારખંડ (Jharkhand) ના ચક્રધરપુરમાં મંગળવારે વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો છે. ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 60 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના લગભગ 18...
jharkhand   હાવડા મુંબઈ મેલને અકસ્માત  60 ઘાયલ

Jharkhand : ઝારખંડ (Jharkhand) ના ચક્રધરપુરમાં મંગળવારે વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો છે. ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 60 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના લગભગ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પછી ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી.

Advertisement

રાહત અને બચાવ કામગીરી શરૂ કરી

મળતી માહિતી મુજબ, આ ટ્રેન દુર્ઘટના સવારે લગભગ 4.00 વાગ્યે રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બારાબામ્બુ સ્ટેશનો વચ્ચે થઈ હતી. રેલવેની મેડિકલ ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ARME સ્ટાફ અને ADRM CKP સાથે સ્થળ પર હાજર છે. ભારતીય રેલ્વેની મેડિકલ ટીમ દ્વારા તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

માલગાડી સાથે ટ્રેનની ટક્કર

મળતી માહિતી મુજબ, હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના લગભગ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પછી ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. રેલ્વેએ પોતે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં 60 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને ચક્રધર રેલ્વે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.

Advertisement

અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી

ઝારખંડના ચક્રધરપુરમાં થયેલા આ ટ્રેન અકસ્માતની તસવીરો પણ સામે આવી છે. ફોટામાં જોઈ શકાય છે કે અકસ્માત ભયાનક છે. આનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સમયે બાજુના ટ્રેક પર એક માલગાડી ઉભી હતી. પાટા પરથી ઉતરેલી બોગી એ જ માલગાડી સાથે અથડાઈ હતી.

Advertisement

એર એમ્બ્યુલન્સને પણ સ્થળ પર મોકલવામાં આવી

ઘાયલોને બચાવીને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-----Delhi IAS કોચિંગ અકસ્માત પર ગૃહ મંત્રાલયની કાર્યવાહી, ઘટનાની તપાસ માટે કરાઈ સમિતિની રચના...

Tags :
Advertisement

.