Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂર્વ સાંસદ Jaya Prada વિરુદ્ધ એકવાર ફરી બિનજામીનપાત્ર વોરંટ જારી

જયા પ્રદા વિરુદ્ધ નવી બિનજામીનપાત્ર વોરંટ કોર્ટમાં હાજર નહીં થવાને કારણે વોરંટ જારી MP-MLA કોર્ટમાં આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ થશે બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા (Former MP Jaya Prada) વિરુદ્ધ ફરી એકવાર બિનજામીનપાત્ર વોરંટ જારી...
11:03 AM Sep 19, 2024 IST | Hardik Shah
Non-bailable warrant issued against former MP Jaya Prada

બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા (Former MP Jaya Prada) વિરુદ્ધ ફરી એકવાર બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ તેમના ઉપર છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા અભદ્ર ટિપ્પણી કેસ સાથે સંકળાયેલ છે. બુધવારે, જયા પ્રદા કોર્ટમાં હાજર ન રહી, જેના કારણે કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (non-bailable warrant) જારી કર્યું છે. આ કેસ હાલમાં વિશેષ MP-MLA કોર્ટમાં ચાલી રહ્યો છે.

જયા પ્રદા વિરુદ્ધ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

5 વર્ષ પહેલા અભિનેત્રી જયા પ્રદા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ અહીં કેસ નોંધવામાં આવ્યો હતો. તેની સુનાવણી MP-MLAની વિશેષ અદાલતમાં ચાલી રહી છે. પીડિતા જયા પ્રદાનું નિવેદન કોર્ટમાં સાંભળવામાં આવનાર છે. સમન્સના આદેશ બાદ પણ જયા પ્રદા કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. કોર્ટની તારીખ પણ બુધવારે હતી. પરંતુ તે કોર્ટમાં હાજર ન થવાને કારણે કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ સાથે આ કેસમાં પોતાની તરફેણમાં જુબાની આપવા માટે ગત તારીખે પ્રત્યક્ષદર્શી તરીકે કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી. આ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ એમપી સિંહે અરજી ફગાવી દીધી હતી.

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મોહનલાલ વિશ્નોઈએ કહ્યું કે, જયા પ્રદાએ કોર્ટમાં હાજર થઈને અભદ્ર ટિપ્પણીના કેસમાં પોતાનું નિવેદન નોંધવું પડશે. પરંતુ કોર્ટમાં હાજર ન થવાના કારણે કોર્ટમાં નિવેદનો લેવાઈ રહ્યા નથી. આજે તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. વાદી પક્ષ વતી એડવોકેટ વૈભવ અગ્રવાલે કેસમાં પ્રત્યક્ષદર્શી સૈફુલ્લા ખાનના નિવેદન માટે અરજી આપી હતી. આ અંગેની ચર્ચા બાદ કોર્ટે આજે અરજી ફગાવી દીધી હતી. સમયનો બગાડ કરવા બદલ ફરિયાદીને રૂ.500નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એડવોકેટ અભિષેક ભટનાગરનું કહેવું છે કે કોર્ટમાં કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.

આ કેસમાં આઝમ પણ દોષિત

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આઝમ ખાન સાંસદ બનવા બદલ મુરાદાબાદમાં એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપા નેતાઓ પર કાર્યક્રમમાં જયા પ્રદા પર અશ્લીલ ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. આઝમ ખાન, એસટી હસન સહિત 6 એસપી નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી MP-MLA સ્પેશિયલ કોર્ટ એમપી સિંહની કોર્ટમાં ચાલી રહી છે. પૂર્વ સાંસદ જયા પ્રદા 30 સપ્ટેમ્બરે મુરાદાબાદ જાય તેવી શક્યતા છે. કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ પણ વાંચો:  Stree 2 બોક્સ ઓફિસ પર હિટ, કમાણીમાં શાહરૂખની જવાનને આપી માત

Tags :
Abusive Comment CaseAzam KhanCase DelaysCourt Hearingcourt summonsEx MP Jaya PradaFormer MP Jaya PradaGujarat FirstHardik ShahJaya PradaJaya Prada CaseLegal PenaltiesLegal ProceedingsMoradabad Latest NewsMoradabad NewsMoradabad PoliceMP MLA CourtNon Bailable WarrantPublic Prosecutor Mohanlal VishnoiSeptember 30 HearingSP LeadersSpecial MP-MLA CourtUp NewsWitness Testimony
Next Article