SP નેતાઓનું અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં છે સીધું કનેક્શન : અનુરાગ ઠાકુર
દેશમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો જોર શોરથી પ્રયત્નો કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે માત્ર એક દિવસ બાકી છે. દરમિયાન શનિવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'અમદાવાદ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં કોર્
Advertisement

દેશમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો જોર શોરથી પ્રયત્નો કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે માત્ર એક દિવસ બાકી છે. દરમિયાન શનિવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'અમદાવાદ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં કોર્ટના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. કોર્ટે પોતાના ચુકાદામાં 49 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 38ને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. વળી, 11 લોકોને આજીવન કેદની સજા થઈ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટના 49 દોષિતોમાંથી એક મોહમ્મદ સૈફ સપા નેતા શાદાબ અહેમદનો પુત્ર છે, આ અંગે અખિલેશ તેમના મૌન ધારણ કરીને બેઠા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ શાદાબ અહેમદ અને અખિલેશ યાદવનો ફોટો પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બતાવ્યો હતો. તસવીરોમાં બંને એકસાથે જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, અખિલેશે તેમને બિરયાની પાર્ટી માટે બોલાવ્યા હતા. વળી, તેમણે કહ્યું, 'અમદાવાદ સીરિયલ બોમ્બ વિસ્ફોટના તાર સીધા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા હતા. કોર્ટના નિર્ણય બાદ પણ સમાજવાદી પાર્ટીના નેતાઓ મૌન છે. આ મૌન ફરી એકવાર આતંકવાદીઓના સંરક્ષણ તરફ આંગળી ઉઠાવે છે.
Advertisement
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા, સેંકડો લોકો આ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટના નિર્ણયનું ભાજપ સ્વાગત કરે છે. જેમાં 49 લોકોને સજા, 38ને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ ત્યારે થયું જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. SITની રચના કરવામાં આવી હતી. 19 દિવસમાં તમામ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરાવા આપવાથી માંડીને આતંકવાદીઓને પકડવા સુધી મોદી સરકારે કામ કર્યું અને આજે પણ મોદી સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા કટિબદ્ધ છે. તે બ્લાસ્ટનું સપા અને તેના નેતાઓ સાથે પણ જોડાણ હતું. આવી સ્થિતિમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીએ આ મામલે જવાબ આપતી વખતે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
Advertisement