ITBPના જવાનોથી ભરેલી બસ ખાઇમાં પડતા 6 જવાન શહીદ, 32 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પહેલગામના ચંદનવાડીમાં એક મોટો અકસ્માત થયો છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની બસ ખીણમાં પડી ગઈ છે. બસમાં લગભગ 39 જવાન સવાર હતા. આ દુર્ઘટનામાં ઘણા સૈનિકોના મોત અને ઘાયલ થવાની આશંકા છે. હાલ અકસ્માતના સમાચાર મળ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.જમ્મુ-કાશ્મીરમાં બનેલી કરૂણ ઘટના બાદ નીતીન ગડકરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા Koo એપમાં લખ્યું કે, પહેલગà
જમ્મુ-કાશ્મીરના પહેલગામના ચંદનવાડીમાં એક મોટો અકસ્માત થયો છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની બસ ખીણમાં પડી ગઈ છે. બસમાં લગભગ 39 જવાન સવાર હતા. આ દુર્ઘટનામાં ઘણા સૈનિકોના મોત અને ઘાયલ થવાની આશંકા છે. હાલ અકસ્માતના સમાચાર મળ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં બનેલી કરૂણ ઘટના બાદ નીતીન ગડકરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા Koo એપમાં લખ્યું કે, પહેલગામમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું કે જ્યાં આપણે આપણા ITBP જવાનો અને પોલીસ કર્મચારીઓના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.
Advertisement
મળી રહેલી માહિતી અનુસાર, બસ ચંદનવાડીથી પહેલગામ તરફ આવી રહી હતી. દરમિયાન બસ ખાડામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી જેના કારણે બસ કાબૂ બહાર થઇ ગઈ હતી અને અકસ્માતનો શિકાર બની હતી. માહિતી અનુસાર, 39 જવાનોમાંથી 37 ITBPના અને 2 જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન છે. તમામને લઇ જતી બસની બ્રેક ફેઇલ થતા રોડ સાઇડ નદીમાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ સૈનિકો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા માટે આ વિસ્તારમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા.
સૈનિકોથી ભરેલી બસ નદીમાં પડી હોવાના સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. અહીં લોકોની ભારે ભીડ દેખાઈ રહી છે અને સૈનિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘાયલ થયેલા તમામ સૈનિકોને પહેલા પહેલગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારપછી વધુ ગંભીર ઈજાગ્રસ્તોને શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા.
Advertisement