લદ્દાખમાં ITBPના જવાનોએ 18,400 ફૂટની ઉંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આજથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. આ ઝુંબેશ 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકો પોતાના ઘરની છત પર શાનથી તિરંગો લહેરાવી રહ્યા છે. વળી આ ઝુંબેશમાં બોર્ડરના જવાનો સામેલ ન થાય તેવુ કેવી રીતે બની શકે. જીહા, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ ઉત્તરાખંડમાં 14,000 ફૂટની ઊંચાઈએ ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન ઈન્ડો-
આજથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. આ ઝુંબેશ 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકો પોતાના ઘરની છત પર શાનથી તિરંગો લહેરાવી રહ્યા છે. વળી આ ઝુંબેશમાં બોર્ડરના જવાનો સામેલ ન થાય તેવુ કેવી રીતે બની શકે. જીહા, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ ઉત્તરાખંડમાં 14,000 ફૂટની ઊંચાઈએ ભારતનો તિરંગો ફરકાવ્યો હતો.
Advertisement
આ દરમિયાન ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે રાષ્ટ્રગીત પણ ગાયું હતું. એટલું જ નહીં, લદ્દાખમાં પણ ITBPના જવાનોએ 18,400 ફૂટની ઉંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર વાયરલ થઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનનું ગીત શેર કર્યું છે. તેમણે કહ્યું કે, 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને દેશવાસીઓમાં જે પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, તે દેશની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવનાનું પ્રતિક છે. આ ભાવના અમૃતકાળમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની છે.
કેન્દ્ર સરકાર દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે નાગરિકોને તેમના ઘરે તિરંગો લહેરાવવાની વિનંતી કરવામાં આવી છે. ગયા વર્ષે, કેન્દ્રએ આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' પહેલની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાન હેઠળ સરકારે 20 કરોડ ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર 13 થી 15 ઓગસ્ટ વચ્ચે જન ભારતની સાથે આ લક્ષ્યને હાંસલ કરવાની યોજના ધરાવે છે. તિરંગા અભિયાન અંગે અપીલ કરતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તિરંગો આપણને એવા નાયકોની યાદ અપાવશે જેમણે સ્વતંત્ર ભારત માટે ધ્વજનું સપનું જોયું હતું. તેમણે કહ્યું કે, અમે તે નાયકોના સપનાને સાકાર કરવા માટે આ અભિયાનને સફળ બનાવીશું.
આ પણ વાંચો - હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઘરની છત પર ફરકાવ્યો તિરંગો, Video
Advertisement