મુંબઈમાં Ice cream માંથી નીકળેલી આંગળીનો ભેદ ઉકેલાયો, જાણો... કોની હતી આંગળી
Yummo ice cream: ગત દિવસે મુંબઈથી એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક ડૉક્ટરે Ice cream નો ઓર્ડર કર્યો હતો. તો જ્યારે આ Ice cream ડૉક્ટર પાસે આવી ત્યારે તેમાંથી એક કપાયેલી આંગળી નીકળી હતી. ત્યારબાદ આ ઘટના સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. તો ડૉક્ટેરે યમ્મો Ice cream કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
પુણેમાં આવેલી Fortune Factory માં ઘટના બની હતી
Fortune Factory એકલી આ ઘટના માટે જવાબદાર નથી
રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે
ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તેમાં સામે આવ્યું હતું કે, મુંબઈના પુણેમાં આવેલી Fortune Factory માં આ Ice cream બની હતી. તો Ice cream બનાવતી વખતે એક વ્યક્તિની આંગળી મશીનમાં કપાઈ ગઈ હતી. જેના કારણે આ આંગળી આ Ice cream માં પડી ગઈ હતી. તો આ કર્મચારીની ઓળખ 24 વર્ષના ઓમકાર પોટે તરીકે થઈ છે. તે ઉપરાંત ઓમકાર પોટેની આંગળી 11 મેના રોજ પુણેના ઈંદાપુરમાં આવેલી Ice cream ફેક્ટરીમાં કપાઈ હતી.
Fortune Factory એકલી આ ઘટના માટે જવાબદાર નથી
This is Shocking. 🔴
A human finger was found in online-ordered ice cream in Mumbai.
"Maine ek app se teen cone ice creams order ki thi. Unmein se ek Yummo brand ki butterscotch ice cream thi. Usse aadha khane ke baad, mujhe mooh mein ek solid piece mehsoos hua. Mujhe laga ki… pic.twitter.com/vOEhd2ukRg
— Akassh Ashok Gupta (@peepoye_) June 14, 2024
તો અધિકારીઓએ ઓમકાર પોટેના DNA ના નમૂના લઈને ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યા હતા. તેના પરથી Ice cream માં જે માનવની આંગળી મળી આવી છે, અને ઓમકાર પોટેની જે આંગળી કપાઈ છે. તે બંને એક છે કે પછી બંને અલગ-અલગ છે. તે ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓને Fortune Factoryના માલિક મનોજ તુપેએ કહ્યું છે કે, તેમની ફેક્ટરી એકલી આ ઘટના માટે જવાબદાર નથી. કારણ કે... આ Ice cream બનાવતી મુખ્ય કંપની ગાઝિયાબાદ અને જયપુરમાં આવેલી છે.
રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે
તો આરોગ્ય વિભાગ અને પોલીસે અમુક ટીમ તપાસ માટે ગાઝિયાબાદ અને જયપુરમાં મોકલી આપી છે. જેના પરથી માલૂમ પડે કે, ત્યા Fortune Factory જેવી કોઈ ઘટના બની છે કે નહીં. તો હાલમાં, ઓમકારની DNA ના નમૂના લઈને ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યા છે. તો ફોરેન્સિક વિભાગમાંથી રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Mumbai : ડોક્ટર સાહેબે ખાવા માટે મંગાવી આઈસ્ક્રીમ, પેકિંગ ખોલતા મળ્યો આંગળીનો ટુકડો…