Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mullaperiyar Dam : જો આ ડેમ તૂટ્યો તો 5 રાજ્યોના 35 લાખ લોકોના જીવ જોખમમાં મુકાશે

મુલ્લાપેરિયર ડેમ: 35 લાખ લોકોના જીવને ખતરો 129 વર્ષ જૂનો મુલ્લાપેરિયર ડેમ તૂટી શકે છે તો આવશે મહાપૂર મુલ્લાપેરિયર ડેમનો ભય: 5 રાજ્યોને પૂરની ચેતવણી મુલ્લાપેરિયર ડેમ: તૂટવાથી 35 લાખ લોકોનું મૃત્યુ સંભવિત Mullaperiyar Dam : ભારતમાં એક મોટી...
mullaperiyar dam   જો આ ડેમ તૂટ્યો તો 5 રાજ્યોના 35 લાખ લોકોના જીવ જોખમમાં મુકાશે
  • મુલ્લાપેરિયર ડેમ: 35 લાખ લોકોના જીવને ખતરો
  • 129 વર્ષ જૂનો મુલ્લાપેરિયર ડેમ તૂટી શકે છે તો આવશે મહાપૂર
  • મુલ્લાપેરિયર ડેમનો ભય: 5 રાજ્યોને પૂરની ચેતવણી
  • મુલ્લાપેરિયર ડેમ: તૂટવાથી 35 લાખ લોકોનું મૃત્યુ સંભવિત

Mullaperiyar Dam : ભારતમાં એક મોટી દુર્ઘટના (major disaster) ઘટી શકે છે જે એક સાથે 35 લાખ લોકો (35 lakh people) નો જીવ લઇ શકે છે. જેને સમય પહેલા રોકવું ખૂબ જ જરૂરી છે. તમિલનાડું અને કેરલા (Tamil Nadu and Kerala) ની વચ્ચે 129 વર્ષ જુનો ડેમ (Dam) છે, જે તૂટી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો ખરેખર આવું થાય છે તો આસપાસના 5 રાજ્ય અને તેમા રહેતા લાખો લોકો પૂર (Flood) માં ડૂબીને મરી શકે છે.

Advertisement

કેમ Mullaperiyar Dam તૂટવાની સંભાવના છે?

મુલ્લાપેરિયર ડેમ (Mullaperiyar Dam) 1895 માં બન્યો હતો અને તેના બનવાના 80 વર્ષ બાદ તેમા તીરાડો પડવાનું શરૂ થઇ ગયું હતું. જે આજે વધુ ખરાબ સ્થિતિમાં છે. The United Nations એ આ ડેમ (Dam) ને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતને એક વોર્નિંગ ઇસ્યું કર્યું છે. તે ઉપરાંત IIT Roorkee, Kerala State Disaster Management જેવા ઘણા ટોપ ઈન્સ્ટિટ્યૂટે આ ડેમ (Dam) પર વિગતવાર તપાસ (detailed investigation) કર્યું છે. આ તમામની એક જ સલાહ હતી કે આ ડેમને જેટલું જલ્દી થઇ શકે રિપ્લેસ કરીને ત્યા એક નવો ડેમ બનાવી દેવો જોઇએ. કારણ કે, એક ડેમની આયુ 50 વર્ષની હોય છે પણ આ ડેમને તેના કરતા ત્રણ ગણાથી પણ વધારે સમય થઇ ગયો છે. IIT રુડકીનું તે કહેવું છે કે, જો આ વિસ્તારમાં 6.5 રિક્ટર સ્કેલનો પણ ભૂકંપ આવ્યો તો આ ડેમ તુરંત જ તૂટી જશે. વળી આ ડેમની જગ્યાને લઇને એવું કહેવાય છે કે, આ એક મેજર ભૂકંપ સંભવિત વિસ્તાર છે. એવું પણ કહેવાય છે કે, જો આ ડેમ તૂટે છે તો આ ત્રણ અન્ય ડેમને પણ નુકસાન કરી શકે છે. મુલ્લાપેરિયર ડેમની પાછળ છે Idukki Dam તેની પાછળ Cheruthoni Dam અને તેની બિલ્કુલ બાજુમાં Kulamavu Dam. આ ત્રણ ડેમ છે કે જેને નુકસાન થવાની સંભાવના છે. વળી Idukki Dam તો એશિયાનો સૌથી લાંબો ડેમ છે. ત્યારે જો આ ડેમને કોઇ નુકસાન થાય છે તો કલ્પના પણ નહીં કરી શકાય કે કેટલું મોટું નુકસાન થઇ શકે છે.

Mullaperiyar Dam

Mullaperiyar Dam

Advertisement

કેરલા-તમિલનાડું સરકાર આ વિશે કેમ રમી રહી છે રાજનીતિ?

વર્ષ 1979 માં ગુજરાતમાં મોરબીનો ડેમ તૂટ્યો હતો જેના કારણે અચાનક એટલું પૂર આવી ગયું કે અહીં અંદાજે 25 હજાર લોકોના મોત થયા હતા. જેના દ્રશ્યો આજે પણ ઘણા લોકોને ડરાવે છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામાં બે ગામનું નામ જ રહ્યું નહોતું. આ એક ઉદાહરણ છે કે, જો ડેમ તૂટે છે તો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ આપણા દેશની બદકિસ્મતી એ છે કે, આજે પણ ઘણા નેતાઓ આ વિષય પર રાજનીતિ જ રમી રહ્યા છે. અહીં અમે વાત કેરલા અને તમિલનાડું સરકારની વાત કરી રહ્યા છીએ. આ બંને રાજ્યની સરકાર એકબીજા પર આ વિશે આરોપ નાખી રહ્યા છે. આ મુલ્લાપેરિયર ડેમ કેરલાની 173 કિમી અંદર આવેલો છે. ત્યારે વાત એ આવે છે કે, તમિલનાડુંની સરકાર દખલગીરી કેમ કરી રહી છે. કેરલા સરકાર તમિલનાડું સરકાર પાસેથી કેમ આશાઓ રાખી રહી છે, કે તેઓ આવીને આ ડેમને રિપેર કરાવે. આ જ સમગ્ર વિષયની ખાસિયત છે. આ જ કારણ છે કે, આ ડેમની આવી હાલત છે. અને આ કારણોસર બંને રાજ્યો તેની જવાબદારી લેવા નથી માંગતા.

અહીં સમસ્યા શું છે?

1890 માં જ્યારે દેશ અંગ્રેજોના શાસન હેઠળ હતો, ત્યારે આ ડેમનો વિસ્તાર મદ્રાસ પ્રેસિડેન્સીમાં આવતો હતો ત્યારે અહીંના કેટલાક રાજ્યોમાં જમીનમાં તીરાડો પડવા લાગી હતી એટલે કે અહીં દુકાળની સ્થિતિ જોવા મળી હતી. મદુરાઈ, થેની, શિવગંગા, રામનાથપુરમ, ડિડિગુલ આ તમામ જિલ્લાઓ જે આજે તમિલનાડુંમાં આવે છે, જે આજે પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જ છે. પણ તે સમયે આ વિસ્તારની સ્થિતિ ઘણી ખરાબ હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુશ્કેલીઓને દૂર કરવા માટે તે સમયના Secretary of State for British India એ ટ્રેવેન કૌરના રાજા શ્રી મૂલમ થિરુનાલ મરાઠધવર્મા સાથે એક ડીલ સાઇન કરી હતી. બ્રિટેશરનો પ્લાન હતો કે નજીકમાં સ્થિત પેરિયાર નદી જે વેસ્ટ તરફ વહે છે તેના વ્હેણને રોકી અને તેને વળાંક આપવામાં આવે તો થોડું પાણી આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ પહોંચવા લાગશે. પણ અહીં સમસ્યા એ હતી કે આ જમીન ટ્રેવેન કૌર રાજ્યની હતી. એટલે જ તેમણે ત્યાના રાજા સાથે એક ડીલ સાઇન કરી હતી. જે મુજબ અંદાજે 3500 હેક્ટરની જમીન 999 વર્ષો માટે લીસ પર આપે. આ જમીન મળતા જ બ્રિટેશરે મુલ્લાપેરિયર ડેમ બનાવ્યો અને તેના કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણી મળવાનું શરૂ થઇ ગયું. આ ડેમના કારણે જ તેમની સ્થિતિ આજે પણ ઘણી સારી જોવા મળી રહી છે. પરંતુ પાર્ટીશન બાદ એક રેખા બની ગઇ જેમા પૂર્વનો વિસ્તાર તમિલનાડું તો પશ્ચિમનો વિસ્તાર કેરલા બની ગયો. દેખિતિ રીતે આ ડેમ આજે ભલે કેરલામાં છે પણ તમિલનાડું રાજ્યની મુશ્કેલીઓને તે દૂર કરે છે. અને તેથી આની માલિકી આજે તમિલનાડું પાસે છે.

Advertisement

kerala and tamilnadu government

તમિલનાડું સરકારે 26 કરોડના ખર્ચે ડેમને રિપેર કર્યો પણ...

આ પ્રોબ્લમ પણ 1979 સુધી મોટી પ્રોબ્લમ નહોતી. કારણ કે આ સમય સુધી ડેમમાં કોઇ ડેમેજ નહોંતુ થયું. પણ આ વર્ષમાં આ ડેમમાં તીરાડો પડવાનું શરૂ થઇ ગયું હતું. જેના કારણે પાણી લીક થવાનું શરૂ થઇ ગયું. હવે આ વાત ત્યાના લોકલ રહેવાસીઓને પરેશાન કરી રહી હતી, કે ત્યારે જ ગુજરાતમાં મોરબીની દુર્ઘટના થઇ. મોરબીનો ડેમ પણ આ સમયે જ તૂટી ગયો હતો અને આ દુર્ઘટનામાં અંદાજે 25 હજાર લોકોના મોત થયા હતા. આ સમાચાર સાંભળ્યા બાદ કેરલાની જનતા કેટલી ડરી ગઇ હશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી. હવે જો કેરલામાં સ્થિત મુલ્લાપેરિયર ડેમ તૂટી જાય છે તો તેનાથી કેરલામાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે અને તેમા શું થઇ શકે છે તેની કલ્પાન કરવી પણ મુશ્કેલ છે. તે સમયે કેરલાના લોકોએ આ ડેમને રિપેર કરવાની માંગ શરૂ કરી દીધી હતી. જેના કારણે તે સમયની તમિલનાડું સરકારે 26 કરોડના ખર્ચે ડેમને રિપેર કરવાનું કામ કર્યું હતું. પરંતુ આ રિપેરિંગના 9 વર્ષ પછી તે વિસ્તારમાં 4.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવી ગયો જેણે લોકોમાં ડર વધુ બેસાડી દીધો. આ ઘટના બાદ લોકોએ માંગ કરી કે હવે રિપેરિંગથી કઇ થશે નહીં પણ હવે અમને નવો ડેમ બનાવીને જ આપો. તે સમયથી અત્યાર સુધી આ મુદ્દે બંને રાજ્યો વચ્ચે રાજનીતિ જ જોવા મળી રહી છે. ત્યારે આ બંને રાજ્યની સરકારની હટ જનતાને કેટલી ભારે પડે છે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો:  આ Diwali નહીં ફૂટે ફટાકડાં! વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

Tags :
Advertisement

.