ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Indore: નીતિને 14 પાનાની Suicide Note લખી કર્યો આપધાત! ‘યુવાનો લગ્ન ના કરતા...’ છેલ્લા શબ્દો

Indore: નીતિન પીડીઆરએ તેની પત્ની અને તેના પરિવાર દ્વારા હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે
08:43 AM Jan 24, 2025 IST | VIMAL PRAJAPATI
Indore
  1. પત્ની અને તેના પરિવાર દ્વારા હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી
  2. યુવકે એક કે બે નહીં પરંતુ લખી કુલ 14 પાનાની Suicide Note
  3. Suicide Note માં ભારત સરકારને કરી અપીલ

Indore: ઇન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યૂ ગોવિંદ નગરના રહેવાસી નીતિન પીડીઆરએ તેની પત્ની અને તેના પરિવાર દ્વારા હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૃતકે એક ફરિયાદ પણ લખી છે. એક કે બે નહીં પરંતુ કુલ 14 પાનાની સુસાઇડ નોટમાં યુવકે ભારતને સંદેશ આપતા સરકાર પાસે માંગણી કરી છે કે, મહિલાઓ સંબંધિત અધિકારોમાં સુધારા કરવામાં આવે...’ અત્યારે અનેક એવા કેસો સામે આવ્યાં છે જેમાં પુરૂષોએ આત્મહત્યા કરી લીધી છે અને તેના માટે પોતાની પત્નીને જવાબદાર ગણાવી છે.

આ પણ વાંચો: એવા દેશ કે જ્યાં સમલૈંગિકોને મળી છે એવી સજા જે સાંભળીને તમારો આત્મા થથરી જશે

14 પાનાની સુસાઇડ નોટમાં ઘણી બાબતોનો ઉલ્લેખ

આ કેસની વધારે વિગતે વાત કરવામાં આવે તો, 14 પાનાની સુસાઇડ નોટમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, આખો મામલો નીતિન પેડિયારની આત્મહત્યા સાથે સંબંધિત છે. નીતિને આત્મહત્યા કરી છે જેમાં તેણે 14 પાનાની સુસાઇડ નોટ લખી છે અને ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના મુખ્ય મુદ્દા એ છે કે, ‘તેમણે માતાને વિનંતી કરી કે રડશો નહીં, હું તમારા દીકરા તરીકે તમારું ઋણ ચૂકવવા પાછો આવીશ’ એટલું જ નહીં પરંતુ યુવાનોને સંદેશ પણ આપ્યો કે, ‘લગ્ન કરતા પહેલા તેઓએ એક કરાર પર સહી કરવી જોઈએ, અને ભારત સરકારને મહિલાઓ સંબંધિત કાયદાઓમાં સુધારો કરવા વિનંતી પણ કરી.’

આ પણ વાંચો: ‘જો ધારાસભ્ય ગોળી ચલાવશે તો અમે બોમ્બ ફેંકીશું’… સોનુ-મોનુની અનંત સિંહને ધમકી

નીતિન પર તેની પત્નીએ દહેજનો કેસ પણ કર્યો હતો

પરિવારની વાત કરીએ તો, મૃતકના મોટા ભાઈએ કહ્યું કે, હવે સરકાર બેટી બચાવોનો નારો ખૂબ આપી રહી છે પણ કોઈને ચિંતા નથી કે શું દીકરાઓ સાથે થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, તેણે 2019 માં પ્રેમ લગ્ન કર્યા હતા. તે પછી થોડા દિવસો સુધી મૃતકની પત્ની હર્ષા ઘરે આરામથી રહી પરંતુ તે પછી તેણીને ઘરેલુ ઝઘડા થવા લાગ્યા અને પછી તે રાજસ્થાનમાં તેના ઘરે ગઈ અને ત્યાં તેણીએ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો. પરિવારે ત્રણ વખત કેબિનેટ મંત્રીનો સંપર્ક કર્યો હતો. ઘણા લોકોને ફોન કર્યા પછી, હું રાજસ્થાન ગયો, પરંતુ ત્યાં કૂચ બિહાર શહેરના દીદવાન વિસ્તારના પોલીસ સ્ટેશનમાં, સ્ટેશન ઇન્ચાર્જે નીતિન અને તેના પરિવારના સભ્યો સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને તેમને અનેક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: પતિઓથી ત્રાસીને બે મહિલાઓ Instagram પર મિત્ર બની, પછી પ્રેમમાં પડી... હવે મંદિરમાં લગ્ન કર્યા

મહિલાઓ કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરશે તો...

ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે આ સ્યુસાઈને લઈને અનેક પ્રકારના ખુલાસાઓ થવાના બાકી છે. કારણે કે, યુવકે આત્મહત્યા કરતા પહેલા જે સ્યુસાઈડ નોટ લખી છે તેમાં તેની પત્ની અને પત્નીના પરિવાર પર અનેક પ્રકારના આરોપો લગાવ્યાં છે. આવી રીતે જો પુરૂષો હેરાન થશે, મહિલાઓ કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરશે તો પુરૂષ સમાજ ખતરામાં જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે જોવાનું એ રહે છે કે, કાયદો કેવી રીતે યુવકને ન્યાય અપાવે છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
domestic abusedomestic violenceemotional traumaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newsindorejustice for NitinLatest Gujarati NewsMental Healthmental health awarenessnitinsuicideSuicide CaseSuicide Notetragic incidentwife torture
Next Article