Maharashtra Assembly Election 2024 : એકનાથ શિંદેએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
- મહારાષ્ટ્ર ચૂંટણી 2024: શિંદે જૂથે 45 ઉમેદવારોની યાદી જાહેર કરી!
- એકનાથ શિંદે પોતાની પરંપરાગત બેઠક પરથી લડશે
- ભાજપ પછી શિવસેનાની પ્રથમ યાદી બહાર!
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી (Election) યોજાશે જેને લઇને તમામ પાર્ટી તૈયારીઓ કરી રહી છે. ત્યારે મંગળવાર 20 નવેમ્બરના રોજ મોડી રાત્રે શિવસેના (Shivsena) એ પોતાના 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. શાસક પક્ષે ફરીથી લગભગ તમામ ધારાસભ્યોને ટિકિટ આપી છે જેમણે શિંદેને જૂન 2022 માં તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારે તેમનું સમર્થન કર્યું હતું.
શિંદે જૂથે પ્રથમ યાદી બહાર પાડી
મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) જેવા પક્ષો મહાયુતિમાં સામેલ છે, તો બીજી તરફ INDIA ગઠબંધનની પાર્ટીઓ મહાવિકાસ અઘાડીમાં સામેલ છે. ભાજપે ચૂંટણી માટે પોતાની યાદી જાહેર કરી દીધી છે. તેની બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. દરમિયાન, મંગળવારે મોડી રાત્રે શિવસેના શિંદે જૂથે પણ મહારાષ્ટ્ર ચૂંટણી માટે પ્રથમ યાદી બહાર પાડી. આ યાદીમાં 45 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે એકનાથ શિંદે પોતે થાણેના કોપરી પંચ પાખાડીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ તેમની પરંપરાગત બેઠક છે. માહિમ બેઠક પરથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામે સદા સર્વંકરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
जय महाराष्ट्र
हिंदुहृदयसम्राट वंदनीय शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे आणि वंदनीय धर्मवीर आनंद दिघे साहेबांच्या आशीर्वादाने महाराष्ट्र विधानसभा निवडणूक - २०२४ साठी शिवसेना पक्षाच्या अधिकृत उमेदवारांची यादी जाहीर करण्यात येत आहे.
सर्व उमेदवारांना विजयी शुभेच्छा.@Shivsenaofc… pic.twitter.com/0rBkOkMTMU— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) October 22, 2024
સીટ વહેંચણીનો ફોર્મ્યુલા શું હોઈ શકે?
જણાવી દઈએ કે ભાજપ અને શિવસેના સિવાય અજિત પવારની NCP પણ મહાગઠબંધનમાં સામેલ છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ભાજપે 288માંથી 156 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને લગભગ 80 બેઠકો આપવામાં આવશે. અજિત પવારની NCPને 54 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો મહાગઠબંધનમાં અન્ય પક્ષોને આપી શકાય છે. જણાવી દઈએ કે ગત ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો કબજે કરી હતી.
એકનાથ શિંદેએ કહ્યું?
લિસ્ટ જાહેર કરતી વખતે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ X પર લખ્યું- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવસેના પાર્ટીની સત્તાવાર ઉમેદવારોની યાદી હિન્દુ હ્રદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને ધરમવીર આનંદ દિઘે સાહેબના આશીર્વાદથી જાહેર કરવામાં આવી રહી છે. તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ.
આ પણ વાંચો: Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video