Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA ELECTION 2024 : PM મોદીની શાનદાર જીત ઉપર વિશ્વના નેતાઓએ આ રીતે પાઠવી શુભેચ્છા

LOKSABHA ELECTION 2024 PM MODI WISHES : લોકસભાની ચૂંટણીના પરિણામ હવે આવી રહ્યા છે. જેમાં NDA એ બહુમતનો આંકડો પાર કર્યો છે. NDA એ 293 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. INDIA ને સામે પક્ષે 233 બેઠક ઉપર જીત મળી છે....
loksabha election 2024   pm મોદીની શાનદાર જીત ઉપર વિશ્વના નેતાઓએ આ રીતે પાઠવી શુભેચ્છા

LOKSABHA ELECTION 2024 PM MODI WISHES : લોકસભાની ચૂંટણીના પરિણામ હવે આવી રહ્યા છે. જેમાં NDA એ બહુમતનો આંકડો પાર કર્યો છે. NDA એ 293 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. INDIA ને સામે પક્ષે 233 બેઠક ઉપર જીત મળી છે. પરંતુ INDIA ગઠબંધન બહુમતથી પાછળ રહી છે. હવે નક્કી થઈ ગયું છે કે PM નરેન્દ્ર મોદી હવે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે જઇ રહ્યા છે. ત્યારે વિશ્વભરમાંથી નેતાઓ PM મોદીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. ચાલો જાણીએ PM મોદી વિષે કોણે શું શું કહ્યું,,,,

Advertisement

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ PM મોદીને અભિનંદન પાઠવ્યા

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ રાનિલ વિક્રમ સિંઘે X પર લખ્યું કે, હું પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએને તેમની ઐતિહાસિક જીત પર હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું. ભાજપ અને એનડીએની જીતે પીએમના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય જનતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. નરેન્દ્ર મોદી તેના નજીકના પાડોશી તરીકે ભારત સાથે શ્રીલંકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

Advertisement

મોરેશિયસના વડાપ્રધાન જગન્નાથે અભિનંદન પાઠવતા કહ્યું કે

મોરેશિયસના પીએમ જગન્નાથે X પર લખ્યું કે વડાપ્રધાન મોદીજીને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે તેમની પ્રશંસનીય જીત બદલ અભિનંદન. તમારા નેતૃત્વમાં સૌથી મોટી લોકશાહી નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરતી રહેશે. મોરેશિયસ અને ભારત વચ્ચેના વિશેષ સંબંધો અમર રહે.

Advertisement

નેપાળના વડાપ્રધાને કહ્યું - વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયાના સફળ નિષ્કર્ષને જોઈને અમને આનંદ થાય છે+

નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે X પર લખ્યું, લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપ અને NDAની ચૂંટણીમાં મળેલી સફળતા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. ભારતના લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયાના સફળ નિષ્કર્ષને જોઈને અમને આનંદ થાય છે.

ભૂટાનના પીએમએ પણ અભિનંદન પાઠવ્યા

ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ પણ પીએમ મોદીને ભૂતપૂર્વ પદ પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ભાજપ અને એનડીને ત્રીજી ઐતિહાસિક જીત અપાવવા માટે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. તે ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.

આ પણ વાંચો : LOKSABHA ELECTION 2024 : મમતા બેનર્જીએ ચૂંટણીના પરિણામ બાદ તરત જ PM મોદી ઉપર કર્યા આકરા પ્રહાર

Tags :
Advertisement

.