Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ દેવભૂમિના તમામ લોકોને હિમાચલ દિવસની પાઠવી શુભેચ્છા

કુદરતી સૌંદર્યથી ભરપૂર અને વીરો અને દેવતાઓની ભૂમિ, 'હિમાચલ પ્રદેશ' નો આજે 15મી એપ્રિલે 75મો સ્થાપના દિવસ છે. શુક્રવારે હિમાચલ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંબોધન કર્યું હતું અને દેવભૂમિના તમામ લોકોને હિમાચલ દિવસની શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં હિમાચલ પ્રદેશના લોકોને 75માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે આ એક à
pm મોદીએ દેવભૂમિના તમામ લોકોને હિમાચલ દિવસની પાઠવી શુભેચ્છા
કુદરતી સૌંદર્યથી ભરપૂર અને વીરો અને દેવતાઓની ભૂમિ, "હિમાચલ પ્રદેશ" નો આજે 15મી એપ્રિલે 75મો સ્થાપના દિવસ છે. શુક્રવારે હિમાચલ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંબોધન કર્યું હતું અને દેવભૂમિના તમામ લોકોને હિમાચલ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં હિમાચલ પ્રદેશના લોકોને 75માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે આ એક સુખદ સંયોગ છે કે દેશની આઝાદીના 75માં વર્ષમાં 75મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તેમણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન રાજ્યના દરેક રહેવાસી સુધી વિકાસનું અમૃત પહોંચાડવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. એક અંગત નોંધમાં, વડાપ્રધાને, અટલ બિહારી વાજપેયીની એક કવિતાને ટાંકીને, આ સુંદર રાજ્યના મહેનતુ અને દૃઢ નિશ્ચયી લોકો સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું. 
1948માં પહાડી રાજ્યની રચના સમયના પડકારોને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડકારોને અવસરોમાં ફેરવવા માટે હુમાચલ પ્રદેશના લોકોની પ્રશંસા કરી હતી. તેમણે બાગવાની, જરૂરિયાત કરતા વધુ વીજળીનું ઉત્પાદન, સાક્ષરતા દર, ગ્રામીણ રોડ જોડાણ, નળમાં પાણી અને દરેક ઘરમાં વીજળીના ક્ષેત્રમાં રાજ્યની સિદ્ધિઓના વખાણ કર્યા હતા. તેમણે છેલ્લા 7-8 વર્ષોમાં આ સિદ્ધિઓને આગળ વધારવાના પ્રયત્નો વિશે જણાવ્યું. 
Advertisement

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, "જય રામજીના યુવા નેતૃત્વ હેઠળ ડબલ એન્જિન સરકારે ગ્રામીણ રસ્તાઓના વિસ્તરણ, હાઈવે પહોળા કરવા, રેલ્વે નેટવર્ક માટે પહેલ કરી છે, તેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. કનેક્ટિવિટી સુધરી રહી હોવાથી હિમાચલ પર્યટન નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પ્રવાસન ક્ષેત્રે નવી પ્રગતિ અને સ્થાનિક લોકો માટે નવી તકો અને રોજગારીની નવી તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને રોગચાળા દરમિયાન અસરકારક અને ઝડપી રસીકરણ વિશે જણાવીને આરોગ્ય ક્ષેત્રની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા.  
વડાપ્રધાને હિમાચલ પ્રદેશની સંપૂર્ણ ક્ષમતાને ખોલવા માટે સખત મહેનત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અમૃતકાળના સમયમાં પ્રવાસન, ઉચ્ચ શિક્ષણ, સંશોધન, આઈટી, બાયોટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ અને કુદરતી ખેતી જેવા ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલા વાઈબ્રન્ટ વિલેજ યોજનાથી હિમાચલ પ્રદેશને ઘણો ફાયદો થશે. તેમણે આ પહેલ માટે કનેક્ટિવિટી વધારવા, સ્વચ્છતા અને લોકોની ભાગીદારી વિશે પણ વાત કરી.
વડા પ્રધાને મુખ્યમંત્રી અને તેમની ટીમ દ્વારા ખાસ કરીને સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં કેન્દ્રીય કલ્યાણ યોજનાઓના વિસ્તરણ વિશે ચર્ચા કરી હતી. ભાષણને પૂર્ણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “પ્રમાણિક નેતૃત્વ, શાંતિ પ્રેમી વાતાવરણ, દેવી-દેવતાઓના આશીર્વાદ અને હિમાચલના મહેનતુ લોકો, આ બધા અજોડ છે. હિમાચલમાં ઝડપી વિકાસ માટે જરૂરી બધું જ છે.
હિમાચલ દિવસ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટી જાહેરાત કરી છે. ચંબામાં આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં CM જયરામ ઠાકુરે જાહેરાત કરી હતી કે સરકારી બસોમાં મહિલાઓ પાસેથી અડધું ભાડું લેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યની પ્રગતિમાં મહિલાઓનો પણ મોટો ફાળો છે. હવે સરકારી બસોમાં મહિલાઓ પાસેથી નિયત દર કરતાં અડધું ભાડું વસૂલવામાં આવશે. હિમાચલ પ્રદેશના લોકોને ભેટ આપતા CM જયરામ ઠાકુરે રાજ્યમાં 125 યુનિટ સુધી મફત ઘરેલું વીજળી કરી છે. આ સાથે હિમાચલની મહિલાઓને HRTC બસોના ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના પાણીના બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.
Tags :
Advertisement

.