Lok Sabha Elections : ભાજપે 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીયોની યાદી કરી જાહેર
Lok Sabha Elections : ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે પ્રભારીયોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીઓના નામ છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 23 રાજ્યોના નામ છે. ઉત્તપ્રદેશમાં બૈજયંત પાંડા તો બંગાળમાં મંગલ પાંડેને પ્રભારી બનાવાયા છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. મહેન્દ્ર સિંહને મધ્યપ્રદેશના લોકસભા ચૂંટણી પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ પ્રભારી બનાવાયા છે.
આ તરફ ગુજરાતમાંથી પણ નેતાઓને વિવિધ રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા છે. જ્યારે પૂર્ણેશ મોદીને દીવ-દમણના પ્રભારી બનાવાયા છે. જ્યારે વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી ચે.
ભાજપ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં ઉત્તર પ્રદેશ સિવાય ઉત્તરાખંડના પ્રભારીની જવાબદારી દુષ્યંત ગૌતમને આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા 23 રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આગામી લોકસભા ચૂંટણી માટે રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરી છે.
દેશની જનતા પાસે બે વિકલ્પ છે. એક તરફ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અજમાયશ અને પરીક્ષિત મજબૂત ગઠબંધન છે અને બીજી તરફ વિરોધાભાસોથી ઘેરાયેલું ગઠબંધન છે. તેમણે રાહુલ ગાંધીની મુલાકાત પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે રાહુલ ગાંધી ગત વખતે મુલાકાતે ગયા હતા ત્યારે કોંગ્રેસ સરકારે દેશના ત્રણ હિન્દી રાજ્યો ગુમાવ્યા હતા. હવે જ્યારે તેમણે ફરી પોતાની યાત્રા શરૂ કરી છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ અને AAP પાર્ટીએ પોતાને INDI ગઠબંધનથી દૂર કરી દીધા છે. બંનેએ કહ્યું છે કે તેઓ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે.
આ પણ વાંચો -નકારાત્મક આધાર પર બનેલા ગઠબંધનનું આ છે ભવિષ્ય : SUDHANSHU TRIVEDI
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ