BJPએ મિશન 2024 માટે કમર કસી, આ 144 બેઠકો પર સૌથી વધુ ફોકસ
બીજેપી હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં મળેલી મોટી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાનો મહત્વનો મુદ્દો એ 144 બેઠકો હતી જ્યાં ભાજપ 2019માં બહુ ઓછા માર્જિનથી હારી ગયું હતું. હવે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે એક તરફ નીતીશ કુમાર વિપક્ષી છાવણીને એક કરવાની કોશિશ કરી રહ્યાં છે, તો બીજી તરફ ભાજપે પણ પોતાની રણનીતિ તૈયાર કરી દીધી છે. મંગળવારે બીજેà
બીજેપી હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં મળેલી મોટી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાનો મહત્વનો મુદ્દો એ 144 બેઠકો હતી જ્યાં ભાજપ 2019માં બહુ ઓછા માર્જિનથી હારી ગયું હતું. હવે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે એક તરફ નીતીશ કુમાર વિપક્ષી છાવણીને એક કરવાની કોશિશ કરી રહ્યાં છે, તો બીજી તરફ ભાજપે પણ પોતાની રણનીતિ તૈયાર કરી દીધી છે.
મંગળવારે બીજેપી હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાનો મહત્વનો મુદ્દો એ 144 બેઠકો હતી જ્યાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ બહુ ઓછા માર્જિનથી હારી ગયું હતું. 2024ના લક્ષ્યાંક સાથે ભાજપે આ 144 બેઠકો માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકોને અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવી છે, જેની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી છે.
વિપક્ષી છાવણીમાં જોરદાર ગતિવિધિઓ વચ્ચે ભાજપે 2024ની સામાન્ય ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે આજે ટોચના નેતાઓની મેગા બેઠક યોજાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં ધ્યાન 144 બેઠકો પર વધુ ફોક્સ હતું જ્યાં પાર્ટી 2019માં ઓછા માર્જિનથી હારી ગઈ હતી. એટલે કે આ બેઠકો પર ભાજપના ઉમેદવાર બીજા કે ત્રીજા નંબરે રહ્યાં હતા. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાર્ટીને આશા છે કે આ બેઠકો પર કામ કરીને આગામી ચૂંટણીમાં આ બેઠકો પર જીત મેળવી શકાય છે.
ભાજપે 2019માં લોકસભાની 543માંથી 303 બેઠકો જીતી હતી. દાયકાઓમાં પહેલીવાર કોઈ પાર્ટીને પોતાના દમ પર આટલી મોટી બહુમતી મળી હતી. બીજી તરફ વિપક્ષે 100થી થોડી વધુ બેઠકો જીતી હતી, જેમાંથી કોંગ્રેસને સૌથી વધુ 53 બેઠકો મળી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે બીજેપી ચીફ જેપી નડ્ડા અને અમિત શાહે દિલ્હીમાં આ બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં દરેક કેન્દ્રીય મંત્રીને ત્રણથી ચાર બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
છેલ્લાં કેટલાક મહિનાઓમાં મંત્રીઓએ અનેકવાર મતવિસ્તારોની મુલાકાત લીધી છે, બેઠકમાં જમીની હકીકતોની સમીક્ષા કરાઇ હતી, અને પ્રતિભાવો પણ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રીઓને તેમના જવાબો રેકોર્ડ કરવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાં કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સહિત ઘણી વિગતો ભરવાની રહેશે. મંત્રીઓએ મતવિસ્તારમાં સરકારી યોજનાઓની સ્થિતિ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની કેટલી યોજનાઓથી લોકોને ફાયદો થઈ રહ્યો છે તે પણ લખવાનું રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક સીટ માટેની વ્યૂહરચના તેના પાયાના સ્તરની માહિતી પર આધારિત હશે અને તેમાં રાજ્યની ચૂંટણીની વિગતો પણ સામેલ હશે. મંત્રીઓને પણ પક્ષના સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અને અન્ય પ્રતિસાદ પક્ષને બૂથને મજબૂત કરવા માટે યોગ્ય વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે.
Advertisement