Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha History: દેશની પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈ 2019 સુધી ઉમેદવારીમાં અધધધ વધારો

Lok Sabha History: ભારતમાં વર્ષ 1952 માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. વર્ષ 1952 માં 1,874 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે વર્ષ 2019 ની ચૂંટણીમાં આ આંકડો 8,039 હતો....
10:49 AM Mar 05, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024

Lok Sabha History: ભારતમાં વર્ષ 1952 માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. વર્ષ 1952 માં 1,874 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે વર્ષ 2019 ની ચૂંટણીમાં આ આંકડો 8,039 હતો. વર્ષ 1977 સુધી એક બેઠક દીઠ સરેરાશ 3 થી 5 ઉમેદવારો હતા, પરંતુ 2019 માં આ આંકડો 14.8 થઈ ગયો હતો.

દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ પ્રતિનિધિત્વ

વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં ઉમેદવારોનું સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા 5 મતક્ષેત્રો દક્ષિણના રાજ્યો તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુના હતા. તેલંગાણામાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડનારા ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ હતી. સૌથી વધુ 185 ઉમેદવારો નિઝામાબાદના હતા. નિઝામાબાદ સિવાય તેલંગાણામાં ઉમેદવારોની સરેરાશ સંખ્યા 16 હતી.

ઉમેદવારોની કુલ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો

Security Deposit વધી તો ઉમેદવારો ઘટ્યા

ભારતીય ચૂંટણી પંચે ઉમેદવારો માટે Security Deposit રૂ. 500 થી વધારીને રૂ. 10,000 કરવાને કારણે, વર્ષ 1998 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં બેઠક દીઠ ઉમેદવારોની સરેરાશ સંખ્યા ઘટીને 8.75 ઉમેદવારો પર આવી ગઈ હતી. લાંબા અંતર બાદ ઉમેદવારોની સંખ્યા 5000 થી ઓછી જોવા મળી હતી.

વર્ષ 1999 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં ઉમેદવારોની સંખ્યા નજીવી રીતે વધીને 4,648 થઈ હતી, જે પ્રતિ બેઠક સરેરાશ 8.56 ઉમેદવારો હતી. વર્ષ 2004 માં ઉમેદવારોની કુલ સંખ્યા ફરીથી 5,000 ને વટાવી ગઈ હતી. આ ચૂંટણીમાં 543 લોકસભા બેઠકો માટે 5,435 ઉમેદવારો મેદાનમાં હતા.

આ પણ વાંચો: Naval Commanders Conference: આજથી 3 દિવસીય ભારતીય નૌકાદળના કમાન્ડર્સની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

Tags :
AAPBJPCongressElection HistoryGujaratFirstHistoryLok Sabha Election 2024lok-sabhaLok-Sabha-electionNationalRJDSPTMCVotevoters
Next Article