Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha History: દેશની પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈ 2019 સુધી ઉમેદવારીમાં અધધધ વધારો

Lok Sabha History: ભારતમાં વર્ષ 1952 માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. વર્ષ 1952 માં 1,874 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે વર્ષ 2019 ની ચૂંટણીમાં આ આંકડો 8,039 હતો....
lok sabha history  દેશની પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈ 2019 સુધી ઉમેદવારીમાં અધધધ વધારો

Lok Sabha History: ભારતમાં વર્ષ 1952 માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. વર્ષ 1952 માં 1,874 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે વર્ષ 2019 ની ચૂંટણીમાં આ આંકડો 8,039 હતો. વર્ષ 1977 સુધી એક બેઠક દીઠ સરેરાશ 3 થી 5 ઉમેદવારો હતા, પરંતુ 2019 માં આ આંકડો 14.8 થઈ ગયો હતો.

Advertisement

  • દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ પ્રતિનિધિત્વ
  • ઉમેદવારોની કુલ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
  • Security Deposit વધી તો ઉમેદવારો ઘટ્યા

દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ પ્રતિનિધિત્વ

વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં ઉમેદવારોનું સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા 5 મતક્ષેત્રો દક્ષિણના રાજ્યો તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુના હતા. તેલંગાણામાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડનારા ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ હતી. સૌથી વધુ 185 ઉમેદવારો નિઝામાબાદના હતા. નિઝામાબાદ સિવાય તેલંગાણામાં ઉમેદવારોની સરેરાશ સંખ્યા 16 હતી.

Advertisement

ઉમેદવારોની કુલ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો

  • વર્ષ 1952 માં 489 બેઠકો માટે 1,874 ઉમેદવારો હતા
  • વર્ષ 1971 માં આ સંખ્યા વધીને 2,784 થઈ
  • વર્ષ 1980 ની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં વધીને 4,629 થઈ
  • વર્ષ 1984-85 ની 8 મી લોકસભા ચૂંટણીમાં સંખ્યા 5,492 થઈ
  • વર્ષ 1991 માં 543 બેઠકો માટે 8,668 એ ચૂંટણી લડી હતી
  • વર્ષ 2009 ની સામાન્ય ચૂંટણીમાં 8,070 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા
  • વર્ષ 2014 ની ચૂંટણીમાં 8,251 ઉમેદવારો મેદાનમાં હતા
  • વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં 8,039 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી

Security Deposit વધી તો ઉમેદવારો ઘટ્યા

ભારતીય ચૂંટણી પંચે ઉમેદવારો માટે Security Deposit રૂ. 500 થી વધારીને રૂ. 10,000 કરવાને કારણે, વર્ષ 1998 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં બેઠક દીઠ ઉમેદવારોની સરેરાશ સંખ્યા ઘટીને 8.75 ઉમેદવારો પર આવી ગઈ હતી. લાંબા અંતર બાદ ઉમેદવારોની સંખ્યા 5000 થી ઓછી જોવા મળી હતી.

વર્ષ 1999 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં ઉમેદવારોની સંખ્યા નજીવી રીતે વધીને 4,648 થઈ હતી, જે પ્રતિ બેઠક સરેરાશ 8.56 ઉમેદવારો હતી. વર્ષ 2004 માં ઉમેદવારોની કુલ સંખ્યા ફરીથી 5,000 ને વટાવી ગઈ હતી. આ ચૂંટણીમાં 543 લોકસભા બેઠકો માટે 5,435 ઉમેદવારો મેદાનમાં હતા.

Advertisement

આ પણ વાંચો: Naval Commanders Conference: આજથી 3 દિવસીય ભારતીય નૌકાદળના કમાન્ડર્સની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

Tags :
Advertisement

.