Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Murder Case : બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન આવશે? જાણો આ ચોંકાવનારા ખુલાસા વિશે

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલનો જવાબ રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન અંગે શું કહ્યું? બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા ગરમાઈ Kolkata Murder Case : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે (West Bengal Governor CV Anand Bose) કોલકાતામાં એક ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને...
kolkata murder case   બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન આવશે  જાણો આ ચોંકાવનારા ખુલાસા વિશે
  • બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલનો જવાબ
  • રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન અંગે શું કહ્યું?
  • બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા ગરમાઈ

Kolkata Murder Case : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે (West Bengal Governor CV Anand Bose) કોલકાતામાં એક ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) ના મામલાને લઈને મમતા બેનર્જી (Mamata Benerjee) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બોઝે આક્ષેપ કર્યો કે બંગાળમાં કૌભાંડો અને બર્બરતાના કિસ્સાઓએ સામાન્ય નાગરિકોના જીવનને અતિશય મુશ્કેલ બનાવી દીધું છે. આ પરિસ્થિતિ માટે તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Benerjee) ને જવાબદાર ઠેરવ્યા છે. બોઝે વધુમાં જણાવ્યું કે બે મેડિકલ વિદ્યાર્થીઓએ તેમને કહ્યું કે, તેમના પરિવારો તેમને આ વ્યવસાય છોડવાની સલાહ આપી રહ્યા છે.

Advertisement

રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન અંગે શું કહ્યું?

એક ઇન્ટરવ્યુમાં બોઝે ખુલાસો કર્યો કે આરજી કર હોસ્પિટલમાં મૃત અવસ્થામાં મળી આવેલા ટ્રેઇની ડૉક્ટરના નામે રાજભવનમાં એક ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ડૉક્ટરનું નામ 'અભય' રાખવામાં આવ્યું છે અને જો કોઈ ડૉક્ટરને ક્યારેય ડર લાગે તો તે રાજભવનના આ રૂમમાં આશ્રય લઇ શકે છે. આ હત્યાકાંડ પછી હોસ્પિટલમાં પ્રદર્શન અને તોડફોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યપાલે કહ્યું કે રાજ્યમાં ગુંડાગીરી અને કૌભાંડો વધી ગયા છે, જેના કારણે સામાન્ય નાગરિકોનું જીવન કઠિન બની રહ્યું છે. બોઝે જણાવ્યું કે મેડિકલ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે તેમના માતા-પિતા તેમને આ વ્યવસાય છોડી દેવા માટે કહે છે કારણ કે જીવનને પ્રાથમિકતા મળે છે. બોઝે જણાવ્યું કે ડૉક્ટરો ગામડાંઓમાં સેવા આપવા માટે તૈયાર નથી, કારણ કે ત્યાં ગુંડાગીરી વધી રહી છે. બોઝે બંગાળના રાજકારણ પર પણ પ્રહાર કરતા કહ્યું કે રસ્તાઓ પર જે થાય છે તે સમાજમાં ડર ફેલાવે છે.

Advertisement

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન આવશે?

બોઝે રાષ્ટ્રપતિ શાસનની માગ વિશે કહ્યું કે આ માગ વિપક્ષ તરફથી છે, પરંતુ તેમણે પરિસ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે પશ્વિમ બંગાળની હાલની પરિસ્થિતિને લઇને ઘણા વિકલ્પો છે, અને જે પણ નિર્ણય લેવાશે તે બંધારણના માળખામાં જ લેવાશે. તે ઉપરાંત, રાજ્યની સ્થિતિ માટે તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ગણાવી.

આ પણ વાંચો:  Kolkata Murder Case : મમતા બેનર્જી સરકાર પર સંકટના વાદળો! શું એકહથ્થુ શાસનનો આવશે અંત?

Advertisement

Tags :
Advertisement

.